દહેગામ જવાહર માર્કેટ યાર્ડમાં ચોરી કરનાર ઝડપાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/01/rajkot-arrest-scaled.jpg)
રીંગરોડ પર ચોરીનો સામાન વેચવા નીકળેલા બે શખ્સો ઝડપાયા
દહેગામની કરીયાણાની દુકાનમાં ૩ લાખનાં મુદ્દામાલની ચોરી કરી હતીઃ અન્ય ત્રણના પણ નામ ખુલ્યા
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેર ક્રાઈમ બ્રાંચની એક ટીમે બાતમીને આધારે ચોરીનો સામાન વેચવા નીકળેલાં બે શખ્સોને રીંગરોડ પરથી ઝડપી લીધા છે. તેમની પાસેથી કેટલોક સામાન મળી આવ્યો છે ઉપરાંત તપાસમાં તેમનાં અન્ય સાગરીતોનાં નામ પણ ખૂલ્યાં છે.
https://westerntimesnews.in/news/147897
આ અંગેની વિગત એવી છે કે એન્ટી ઓર્ગેનાઈઝડ ક્રાઈમ સ્કવોડનાં પીઆઈ એચ.એમ.વ્યાસની ટીમને માહિતી મળી હતી કે રીંગરોડ દહેગામ ચોકડી, કિસ્મત કાઠીયાવાડી હોટેલ નજીક એક હોન્ડા કારમાં બે શખ્સો હાજર છે. જેમણે ચોરીનો સામાન મેળવ્યો છે અને હાલમાં ગ્રાહક શોધી રહ્યાં છે. જેને પગલે તેમની ટીમે દરોડો પાડી ભરતજી જીવાજી ઠાકોર તથા જીવારામ પકારામ ચૌધરી (બંને રહે.ગાંધીનગર)ને પકડી લીધા હતા.
પૂછપરછમાં મુકેશ પુનારામ ચૌધરી તથા મોડારામ સોલંકી (બંને રહે.પાલી. રાજસ્થાન)એ તેમનાં અય એક સાગરીત સાથે આઈસર ગાડી ભડે રાખી દહેગામ જવાહર માર્કેટ યાર્ડમાં મહાદેવ ટ્રેડર્સ નામની ૩ લાખથી વધુનો સામાન ચોર્યાે હતો.
તેમની પાસે માલ રાખવાની જગ્યા ન હોવાથી મુકેશે ઓળખીતા જીવારામ ચૌધરીને વાત કરી હતી.
જીવારામે મિત્ર ભરતજી સાથે મળી ભરતજીનાં બનેવી પ્રવીણ ગોડાજી ઠાકોર (કણભા, દસ્ક્રોઈ)નાં ઘરે ચોરીનો સામાન સંતાડ્યો હતો. અને બાદમાં જીવારામ તથા ભરત આ તમામ સામાન વેચવા જતાં પકડાઈ ગયા હતા. પોલીસે બંને દહેગામ પોલીસને સોંપવા તજવીજ શરૂ કરી છે.