Western Times News

Gujarati News

ભિલોડામાં નવા ભવનાથના રહેણાંક વિસ્તારમાં મકાનમાં શોર્ટ સર્કિટથી આગ

(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા)અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે નવા ભવનાથના હાર્દસમા રહેણાંક વિસ્તારના એક બંધ મકાનમાં ભયાનક રીતે આગ ભભુકી ઉઠતા ધટના સ્થળ પર લોકો ના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. ભિલોડા નવા ભવનાથના રહેવાસી પ્રતિક ચૌહાણ સહિત આજુ-બાજુના રહેવાસીઓએ જણાવ્યું હતું.

શોર્ટ સર્કીટ થી રહેણાંક મકાનમાં આગ ભભુકી ઉઠતા આગની જવાળાઓમાં ધર વખરી,ફર્નિચર,એ.સી.,ટી.વી. સહિત વિવિધ ચીજ વસ્તુઓ બળી જતા લાખો રૂપિયાનું નુકસાન મકાન ધારકને સહન કરવાનો વારો આવ્યો છે.ઘરના સર્વે સભ્યો અમદાવાદ ગયેલા હોય આબાદ બચાવ થયેલ છે.

નવા ભવનાથના રહેવાસી કમલેશભાઈ સેવકરામ મીઠાણીના ધરમાં એકા એક આગ ભભુકી ઉઠતા આગની જવાળાઓ દુર દુર સુધી પ્રસરી હતી.નવા ભવનાથના સામાજીક આગેવાનો અને આજુ બાજુના રહેવાસી સહિત સગાં-સંબંધીઓએ ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ બોલાવી હતી.

ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલાં જ આગ ભયાનક રીતે ભભુકી ઉઠતા મોટા પાયે નુકસાન થઈ ગયું હતું.ઈડર નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ,પોલીસ અને યુ.જી.વી.સી.એલ ના અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા આગને કાબુમાં લીધી હતી.

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં વારંવાર કોઈ પણ કારણોસર કયાંય પણ કોઈ પણ વિસ્તારમાં ભયાનક રીતે આગ ભભુકે ત્યારે ફાયર બ્રિગેડની ટીમો મોડાસા,હિંમતનગર,ઈડર તેમજ અન્ય વિસ્તારમાંથી આવે ત્યાં સુધીમાં લાખોની માલમતા ભસ્મીભુત થઈ જતી હોય છે.

ભિલોડા તાલુકા મથક ખાતે ફાયર બ્રિગેડની ટીમની તાતી જરૂરિયાત છે તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.જીલ્લા કક્ષાના વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા ન્યાયિક પ્રક્રિયા સત્વરે હાથ ધરાઈ તેવી માંગણી ઉદ્ધવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.