નરોડાની ઘટનાઃ પત્નિના પ્રેમીનો પતિ પર છરી વડે હુમલો
અમદાવાદ : પ્રેમ લગ્ન કરીને ઠરી ઠામ થયેલી પત્ની બીજા શખ્શ સામે ભાગી ગયા બાદ પતિ પત્નીને શોધતાં તેના ઘરે પહોચ્યા હતો પતિ તથા પ્રેમી વચ્ચે ઝપાઝપી થતા પત્નીનાં પ્રેમીએ તેને છરીઓ મારી દીધી હતી.
દશરથભાઈ મંગાજી ઠાકોર ઓઢવ રબારીવાસ ખાતે રહે છે કેટલાંક સમય અગાઉ તેમણે સુમનબેન દંતાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જા કે ચાર મહીના અગાઉ અચાનક સુમનબેન ગાયબ થતા તેમની ગુમ થવાની ફરીયાદ નોધાવ્યા બાદ રાહુલ ઉર્ફ બોડીયો સજયનગર નરોડા પાટીયા નામના શ્ખસ સાથે સુમનબેન રહેતા હોવાનુ જાણવા મળતા દશરથભાઈ તેના પીછો કરી પત્નિ સુધી પહોચ્યા હતા. પત્નીને પોતાના ઘરે આવવાનુ કહેતા રાહુલે સાથે પોતાના લગ્ન થયા હોવાનુ કહી મારામારી કરી છરીઓ મારી દીધી હતી જેની ફરીયાદ નરોડામાં નોધાઈ છે.