લિંબડી-અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત થતા બેના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/accident1.jpg)
Files Photo
સુરેન્દ્રનગર, ગઈ કાલે મોડી રાત્રે સુરેન્દ્રનગરમાં અકસ્માતની ઘટના બની જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. લિંબડી-અમદાવાદ હાઈવે ઉપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
મહત્વનું છે કે લિંમડી-અમદાવાદ હાઈવે ઉપર ૩૦થી વધુ મુસાફરો ભરેલી બસ જઈ રહી હતી ત્યારે અચાનક પુરપાટ ટ્રક ધસી આવ્યો હતો, જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્યને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાતા તેનું પણ મોત નિપજ્યું હતું આમ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે જ્યારે બે લોકોને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જાે કે પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી અને રોડ પરનો ટ્રાફિક પણ હળવો કર્યો હતો.
પોલીસે સમગ્ર મામલે જણાવ્યું હતું કે બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે જ્યારે બે લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે પોલીસે ગુનો નોંધી અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.HS