Western Times News

Gujarati News

દસાડા રોડ પરથી દારૂની ૩૪૭ બોટલો સાથે એક આરોપી ઝબ્બે

સુરેન્દ્રનગર, દસાડા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી દસાડા હાઇવે પર નાવીયાણી-મેરા ગામના રોડ પરથી નીકળેલી સફેદ કલરની વોક્સવેગન ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂની ૩૪૭ બોટલો સાથે ગાડી ઝડપાઇ હતી. દસાડા પોલીસે વિદેશી દારૂની ૩૪૭ બોટલો, મોબાઇલ નંગ-૧ અને ગાડી મળી કુલ રૂ. ૩,૫૨,૩૫૫ લાખનો મુદામાલ સાથે એક આરોપીને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી બાતમી મળી હતી કે, દસાડા હાઇવે પર નાવીયાણી મેરા ગામના રોડ પરથી એક સફેદ કલરની વોક્સવેગન ગાડીને ઉભી રાખવાનો પ્રયત્ન કરવા છતાં કારચાલક ગાડી હંકારી જતા દસાડા પોલીસ સ્ટાફે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ગાડીને આંતરીને ગાડીમાં સવાર ડીસા-બનાશકાંઠાના આરોપી અરવિંદભાઇ રામસંગભાઇ રાઠોડ (નાયી)ને પોલીસે પકડી પાડ્યો હતો.

આ ગાડીની દસાડા પોલીસ સ્ટાફ દ્વારા સઘન તલાશી લેતા ગાડી નં. ય્ત્ન-૧૮-મ્છ-૩૭૩૭માંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતીય ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ- ૩૪૭ કિંમત રૂ. ૧,૪૨,૩૫૫, મોબાઇલ નંગ- ૧, કિંમત રૂ. ૧૦,૦૦૦ અને વોક્સવેગન ગાડી કિંમત રૂ. ૨,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૩,૫૨,૩૫૫ના મુદામાલ સાથે ડીસા-બનાસકાંઠાના અરવિંદભાઇ રામસંગભાઇ રાઠોડ (નાયી)ને ઝબ્બે કરી એની વિરુદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દસાડા પોલીસના આ દરોડામાં દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર, મનીષભાઇ અઘારા, દાનુભાઇ રંજીયા, હાર્દિકભાઇ શુકલ અને લીલાભાઇ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.