૨૦૨૨માં કંપનીઓ સરેરાશ ૮.૬ ટકાનો પગાર વધારશે

પ્રતિકાત્મક
નવી દિલ્હી, કોરોનાની બીજી લહેરનુ જાેર ઓછુ થઈ ગયા બાદ દેશના અર્થતંત્રમાં સુધારો જાેવા મળી રહ્યો છે અને તેના પગલે ૨૦૨૨માં કંપનીઓ પોતાના કર્મચારીઓના પગારમાં સરેરાશ ૮.૬ ટકાનો વધારો કરે તેવી આશા છે. એક સર્વે પ્રમાણે કોર્પોરેટ જગતે ૨૦૨૧માં પણ પોતાના કર્મચારીઓના પગારમાં આઠ ટકા જેટલો વધારો કરેલો છે.
આઈટી સેક્ટર એક માત્ર એવુ સેકટર રહેશે જ્યાં કંપનીઓ પોતાના કર્મચારીઓને ૧૦ ટકા અથવા તેના કરતા વધારે પગાર વધારો આપશે. તેનાથી ઉલટુ રીટેલ સેક્ટર, હોસ્પિટાલિટી સેક્ટર, રિયલ એસ્ટેટ કંપનીઓ પોતાના કર્મચારીઓને સૌથી ઓછો પગાર વધારો આપશે. સર્વે પ્રમાણે ૯૨ ટકા કંપનીઓએ ૨૦૨૦માં કર્મચારીઓના પગારમાં માંડ ૪.૪ ટકાનો વધારો કર્યો હતો.
ઉપરાંત ૬૦ ટકા કંપનીઓ જ એવી હતી જેણે પગાર વધારો આપ્યો હતો. આ વખતે સર્વેમાં ૪૫૦ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને કંપનીઓનુ કહેવુ છે કે, કર્મચારીઓના પરફોર્મન્સના આધારે પગાર વધારો કરવાનુ ચાલુ રખાશે.
દરમિયાન એન્જિનિયરિંગ, લોજિસ્ટિક અને ખેતી આધારિત ઉદ્યોગો સહિત બીજા ક્ષેત્રોમાં નોકરીઓમાં એકાદ ટકા જેટલો જ વધારો જાેવા મળ્યો છે. જાેકે નોકરીઓ માટેની જાહેરખબરોમાં ઓગસ્ટ મહિનાના મુકાબલે આ મહિનામાં ચૌદ ટકાનો વધારો જાેવા મળ્યો છે. જે આગામી દિવસોમાં જાેબ માર્કેટમાં સુધારાનો સંકેત છે.SSS