કોવિશીલ્ડ મુદ્દે યુકેએ ભેદભાવ કર્યાનો આક્ષેપ

નવી દિલ્હી, ભારત સરકારનું કહેવું છે કે બ્રિટને કોરોના વેક્સિન કોવિશીલ્ડને માન્યતા ન આપીને ભેદભાવપૂર્ણ વલણ અપનાવ્યું છે. સાથે તે પણ કહ્યું કે, જાે તેનું કોઈ સમાધાન નિકળશે નહીં તો જવાબી કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આજે કહ્યુ કે, યૂકે સરકારનો કોવિશીલ્ડને માન્યતા ન આપવાનો ર્નિણય ‘ભેદભાવપૂર્ણ’ છે.
તેમણે તે પણ કહ્યું કે, પારસ્પરિક ઉપાય કરવાનો અધિકાર ની અંદર આવે છે. તેમણે આગળ કહ્યું- કોવિશીલ્ડની બિન-માન્યતા એક ભેદભાવપૂર્ણ નીતિ છે અને યૂકેની યાત્રા કરનાર આપણા નાગરિકોને પ્રભાવિત કરે છે.
વિદેશ મંત્રીએ બ્રિટનના નવા વિદેશ સચિવ સમક્ષ આ મુદ્દાને મજબૂતીથી ઉઠાવ્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે આશ્વાસન આપવામાં આવ્યું કે, આ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટને પોતાના કોવિડ-૧૯ અવરજવરના નિયમોમાં ફેરફાર કર્યા છે પરંતુ આ સાથે એક નવા વિવાદને જન્મ આપી દીધો છે.
બ્રિટન પર આરોપ લાગી રહ્યો છે કે તે ભારતની સાથે ભેદભાવ કરી રહ્યું છે. બ્રિટન સરકાર પર હવે ભારતથી આવનારા યાત્રીકો માટે નક્કી નિયમોની સમીક્ષા કરવાનું દબાણ વધી રહ્યું છે. આવું એટલા માટે કારણ કે બ્રિટનના નવા નિયમો હેઠળ કોવિશીલ્ડ વેક્સિન લેનારાનું રસીકરણ થયેલું માનવામાં આવશે નહીં, જ્યારે ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સીન લીધેલા લોકોને માન્યતા આપવામાં આવી છે. ભારતમાં મોટાભાગના લોકોને કોવિશીલ્ડ વેક્સીન લાગી છે.
આ બ્રિટનની એસ્ટ્રાઝેનેકા વેક્સીનનું ભારતીય વર્ઝન છે. તેને ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ બનાવી છે, તેમ છતાં ભારતને આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે. બ્રિટનમાં નેશનલ ઈન્ડિયન સ્ટૂડન્ટ એન્ડ એલુમનાઈ યૂનિયન (એઆઈએસએયૂ) ના અધ્યક્ષ સનમ અરોડાએ કહ્યુ- ભારતીય વિદ્યાર્થીઓ તે વાતથી પરેશાન છે કે તેમને લાગે છે કે આ એક ભેદભાવપૂર્ણ પગલું છે કારણ કે અમેરિકા અને યૂરોપીય સંઘના તેમના સમકક્ષોની તુલનામાં તેમની સાથે અલગ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.SSS