Western Times News

Gujarati News

ભારતમાં CIA પર દુનિયાનો સૌથી રહસ્યમય હુમલો થયો

નવી દિલ્હી, દુનિયાના સૌથી રહસ્યમય હુમલાઓમાં સામેલ હવાના સિન્ડ્રોમ ભારતમાં પણ દસ્તક આપી ચૂક્યું છે. હવાના સિન્ડ્રોમ પડછાયાની જેમ અમેરિકા અને એના અધિકારીઓનો પીછો કરી રહ્યું છે, જેની સામે મહા શક્તિશાળી અમેરિકા પણ લાચાર જાેવા મળી રહી રહ્યું છે. અમેરિકાની ગુપ્ત એજન્સી CIAના પ્રમુખ વિલિયમ બર્ન્સ આ મહિને ભારત આવ્યા હતા.

બર્ન્સ તાલિબાની સત્તા પર ભારત સાથે ચર્ચાના હેતુસર આવ્યા હતા, પરંતુ અહીં એમણે એક મોટી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. સીઆઇએ પ્રમુખની ટૂકડીના એક સભ્ય પર હવાના સિન્ડ્રોમની જેમ રહસ્યમય હુમલો થયો અને તેણે અમેરિકા સારવાર કરાવવી પડી હતી.

એક મીડિયા રિપોર્ટ મુજબ સીઆઇએના અધિકારીને સતત હવાના સિન્ડ્રોમના લક્ષણ દેખાઇ રહ્યા છે. જેના ખુલાસા પછી વિલિયમ બર્ન્સ ગુસ્સે ભરાયા હતા. રહસ્યમય હવાના સિન્ડ્રોમથી અત્યાર સુધી અમેરિકાના ૨૦૦ની આસપાસ અધિકારીઓ અને એમના પરિવાર બીમાર થઇ ચૂક્યા છે.

હવાના સિન્ડ્રોમથી પીડિત લોકોમાં માથાનો દુખાવો, ઉલટી, યાદશક્તિ ગુમાવવી, ચક્કર આવવા જેવા લક્ષણો સામેલ છે. આ બિમારી વિશે સૌથી પહેલો ખુલાસો ૨૦૧૬માં ક્યૂબાની રાજધાની હવાનાથી સામે આવ્યો હતો. હવાનામાં અમેરિકાના દૂતાવાસના અનેક અધિકારીઓ હવાના સિન્ડ્રોમનો શિકાર બન્યા હતા.

હવાના સિન્ડ્રોમથી હવે અમેરિકા અને કેનેડાના જાસૂસ અને દૂતાવાસના કર્મચારીઓ આખી દુનિયામાં સામનો કરી રહ્યા છે. ગત ઓગસ્ટમાં અમેરિકાની વાઇસ પ્રેસિડન્ટ કમલા હૈરિસે વિયતનામની રાજધાની હનોઇમાં હવાના સિન્ડ્રોમના શંકાસ્પદ કેસ પછી પોતાની મુલાકાત રદ કરી હતી.

અમેરિકાએ લાંબી તપાસ પછી લેઝર હથિયારોના ઉપયોગને લઇને મોટો ખુલાસો કર્યો છે. ૨૦૧૬માં ક્યૂબામાં અમેકિરા દૂતાવાસના અધિકારીઓ અને સીઆઇએના જાસૂસોમાં હવાના સિન્ડ્રોમના લક્ષણો જાેવા મળ્યા હતા. તપાસમાં પીડિતોના મગજના ટિશ્યૂને પહોંચેલુ નુકસાન બોમ્બ વિસફોટ કે કાર એક્સિડેન્ટમાં થયેલા નુકસાનની બરાબર હતું. જે પછી અમેરિકાએ અડધાથી વધારે પોતાના કર્મચારીઓને દેશ પરત બોલાવી લીધા હતા.

માનવામાં આવે છે કે અમેરિકાના અધિકારીઓ વિરુદ્ધ સોનિક વેપનનો ઉપયોગ થઇ રહ્યો છે. આવા હુમલાની ફરિયાદ અમેરિકાએ ચીન અને રશિયામાં પણ કરી છે. હાલમાં અમેરિકા આ રહસ્યમય હવાના સિન્ડ્રોમની તપાસ કરી રહ્યું છે, માનવામાં આવે છે કે આ વર્ષે ડિસેમ્બર સુધી રિપોર્ટ આવી જશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.