Western Times News

Gujarati News

ગુજરાતમાં વહેલી ચુંટણી નહીં યોજાયઃ ચીફ ઈલેકશન કમિશ્નર

અમદાવાદ, રૂપાણી સરકારની વિદાય થતાં જ ગુજરાતમાં રહેલી ચુંટણી યોજાશે તેવી રાજકીય અફવાઓએ જાેર પકડયું છે. જાેકે, આ વાત પર પૂર્ણ વિરામ મુકાયું છે કેમ કે, અંબાજીમાં દર્શનાર્થે આવેલાં ચીફ ઈલેકશન કમીશ્નરે કહયું કે, ગુજરાતમાં વહેલી ચુંટણી યોજાશે નહીં.

ભાદરવી પુનમે મા અંબાના દર્શન કરવા ચીફ ઈલેકશન કમીશ્નર સુશિલ ચંદ્રા અંબાજી પહોંચ્યા હતાં. તેઓએ મંદીરમાં પૂજા અર્ચના કરી હતી. અંબાજીની મુલાકાતે આવેલાં ચીફ ઈલેકશન કમીશ્નર સુશિલ ચંદ્રાએ પત્રકારોએ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, પાંચ રાજયોમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાનાર છે. આ રાજયો સાથે ચુંટણી સાથે ગુજરાતની ચુંટણી નહી યોજાય. ગુજરાતમાં વહેલી ચુંટણી યોજાશે નહી.

ઉલ્લેખનીય છેકે, આ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વાતનો ઉલ્લેખ કરી ચુકયા છે, કે ગુજરાતમાં વહેલી ચુંટણી નહી યોજાય.જાેકે, ચર્ચા એવી છે કે, ગુજરાતમાં વર્તમાન રાજકીય પરીસ્થિતી ભાજપ માટે લાભદાયી છે. કોરોનાકાળમાં થયેલાં મૃત્યુ સહિત દર્દનાક સ્થિતીને ગુજરાતની જનતા હજુ ભુલી શકી નથી.

આ સંજાેગોમાં એકાદ વર્ષ નવી સરકાર સારુ કામ કરીને જનતાના દર્દને ભુલાવી દે તો ફરી ભાજપ તરફી રાજકીય વાતાવરણ થઈ શકે છે. આ જાેતાં ખુદ ભાજપ વહેલી ચુંટણી યોજવાના મતમાં નથી. ખુદ ચીફ ઈલેકશન કમીશ્નરે પણ આ વાત કહીને ગુજરાતમાં વહેલી ચુંટણી થશે તેવી અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.