નડિયાદમાં ચારેય બાજુના રસ્તાઓ બન્યા ડિસ્કો રસ્તાઓ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/2109-sajid-1.jpg)
સામાન્ય વરસાદમાં રોડ ધોવાતાં ગુણવતાને લઈ અનેક સવાલ
(પ્રતિનિધિ) નડિયાદ નડિયાદ શહેરના ચારેય બાજુના રસ્તાઓ ખાડામાં ફેરવાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય વરસાદ માં પણ સહેર ની હાલત સાવ બિસ્માર થઈ જતાં જનતા મુશ્કેલી માં આવી ગઈ છે.
નડિયાદમાં રહેતા હોઈ તો વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી પડશે. કારણે અહીંયા દર બે મીટર ના રસ્તા પર ખાડાઓ આવે છે. નડિયાદના ચારેય તરફના રોડ રસ્તાઓ ખાડામાં ફેરવાઈ ચૂક્યા છે. મુખ્ય રસ્તાઓની સાથે સાથે ઈન્ટરનલ એટલે કે સોસાયટીને જાેડતાં રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે.
જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત જે તે સમયે પાણીના આર ઓ પાઈપ લાઈન નાંખવા કે અન્ય કામગીરી હેઠળ રોડ રસ્તાઓ ખોદી દેવામાં આવ્યા હતા તે બાદ રસ્તાઓનું યોગ્ય સમારકામ ન કરાતાં આટલા વરસાદમાં ભારે ખાડા પડ્યા છે.
અમદાવાદી દરવાજાથી અમદાવાદી બજાર તરફનો રસ્તો, ઘોડીયા બજાર, મરીડા રોડ, ચકલાસી ભાગોળથી મહાગુજરાત તરફનો રસ્તો, વાણીયાવડથી કિડની હોસ્પિટલ તરફનો રસ્તો સહિત મુખ્ય માર્ગો પર આ વળવી સ્થિતિ સામે આવી રહી છે. જ્યારે ઈન્ટરનલ રસ્તાઓની પણ આજ સ્થિતિ છે.
શહેરમાં સોસાયટીઓને જાેડતાં રસ્તાઓ પણ મસમોટા ખાડા પડી ગયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગીતાંજલિથી અશોક નગર તરફ જવાના રસ્તો, વલ્લભનગર, માઈ મંદિર રોડ સહિતના વિસ્તારોમાં રોડ રસ્તાઓ ખાડામાં ફેરવાઈ ચૂક્યા છે. જ્યારે શહેરના નવા બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન તરફ જતો રસ્તો ડિસ્કો રોડ બન્યો છે.
ભોજા તલાવડી રોડ, ફૈજાન પાર્ક થી લઇ મહેશ્વરી વાડી સુધી છેલ્લા ચાર મહીના થી રોડ ખરાબ છતાં આ વિસ્તાર ના કાઉન્સીલરો જાંખવા પણ નથી આવતા તેવું પ્રજા કહે છે કે આ સોસાયટીના કેટલાય રહીશો ખાડા ના લીધે બાઈક લઈ ને પડતા હોવા ના બનાવો બને છે કેટલાય વર્ષો થી અહી રોડ નથી બન્યો મહેશ્વરી વાડી થી ભોજા તલાવડી રોડ, ફૈજાનપાર્ક, રાહીલ પાર્ક ,પરીવાર સોસાયટી, જે વોર્ડ નંબર -૪ મા ઠેેર ઠેેર ખાડા અને ખાબોચીયા હોવા નું દેખાય છે.
એક વર્ષ પહેલા રીનોવેશન થયેલ દાંડીપથ આ વરસાદમાં ધોવાયો છે. મિશન રોડ, રામતલાવડી, યોગીનગર વિગેરે જગ્યાએ આ રોડના ડામરનો પડ ઉખડી જતાં આવનાર સમયમાં આ રોડ પણ ઉબડખાબડમાં ફેરવાશે. રસ્તાના કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે. આ રોડ પર સરકારી કચેરીઓ આવેલી છે તેમ છતાં પણ સરકારી બાબુઓનું પેટનું પાણી પણ હલતું નથી.