નાંદી ફાઉન્ડેશનમાંથી ઈન્ટર જીલ્લા ફુટબોલ ટૂર્નામેન્ટમાં મહિલા ખેલાડીઓ ભાગ લેશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/2109-Bharuch-1-1024x768.jpg)
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નાંદી ફાઉન્ડેશન છેલ્લા પાંચ વર્ષથી જંબુસર આમોદ તાલુકામાં નન્હી કલી પ્રોજેક્ટ હેઠળ પ્રોગ્રામ ઓફીસર વિશાખા ભાલેના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.
જે છ વર્ષથી પંદર વર્ષની સરકારી શાળામાં અભ્યાસ કરતી બાળાઓને મફત ટ્યુશન શિક્ષણ આપવામાં આવે છે.હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ડીજીટલ લર્નીંગ જંબુસર આમોદ તાલુકાની ૭૪૭૧ નન્હિ કલીઓને ૨૫૭ સીએ દ્વારા પૂરું પાડવામાં આવે છે.છેલ્લા બે વર્ષથી ૨૯ ટીમો ફૂટબોલ મેચની તૈયાર કરવામાં આવી છે
અને બે માસથી નાની બાળાઓને ફૂટબોલ શીખવવા માટે તેર કોચની નિમણૂંક કરવામાં આવી છે.૨૧ સપ્ટેમ્બરથી પાલનપુર બનાસકાંઠામાં શરૂ થતી સિનિયર મહિલા ફુટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભરૂચ ફૂટબોલ એસોસિયેશન દ્વારા નાંદી ફાઉન્ડેશન માંથી ૧૮ મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
જેમાં કેપ્ટન મયુરી પઢીયાર પીલુદ્રા,કોચ મૌલિકા પરમાર,મેનેજર વિશાખા ભાલે રહેશે.પાલનપુર ખાતે યોજાનાર મહિલા ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે જનાર મહિલા ખેલાડીઓ નાંદી ફાઉન્ડેશન ઓફિસ પર એકત્ર થયા હતા અને પાલનપુર જવા રવાના થયા.નાંદી ફાઉન્ડેશનની ટીમ પ્રથમ રાજકોટ સાથે તથા બીજી પાટણ સાથે મેચ ખેલશે ટીમની તમામ મહિલા ખેલાડીઓને મેનેજર તથા ઉપસ્થિતો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.*