પ્રેમીઓને ગળામાં ટાયર પહેરાવી સરઘસ કાઢ્યું

ધાર, મધ્ય પ્રદેશના ધાર વિસ્તારમાં ગામ લોકો દ્વારા તાલીબાની વર્તન સામે આવ્યું છે. અહીં ગામ લોકોએ એક પ્રેમી જાેડા અને તેમના સહયોગી સગીર છોકરાને જાતે જ સજા આપતા તેમના સાથે પહેલા ખૂબ મારપીટ કરવામાં આવી. ગામ લોકોએ બાદમાં તેમના ગળામાં ટાયર નાખીને આખા ગામમાં સરઘસ કાઢ્યું. ઘટના ૧૨ દિવસ પહેલાની હોવાનું કહેવાય છે, પરંતુ તેનો વીડિયો હવે સામે આવ્યો છે.
ત્યારબાદ પોલીસે પાંચ લોકોની વિરુદ્ધ કેસ નોંધીને ત્રણ લોકોની ધરપકડ પણ કરી લીધી છે. બાકીના બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને તેનાથી તેમના પરિવારના સભ્યો નારાજ થઈ ગયા હતા. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ બેડામાં હોબાળો મચી ગયો છે. એડીશનલ એસપી દેવેન્દ્ર પાટીદારે જણાવ્યું કે, ઘટના કુંડી ગામની છે.
આ ઘટના ૧૨ સપ્ટેમ્બરની છે. આ ગામની એક યુવતી પોતાના પ્રેમી ગોવિંદ સાથે ૧૦ જુલાઈના રોજ ભાગીને ગુજરાત જતી રહી હતી. તેના કારણે યુવતીના પરિવારના સભ્યોની ફરિયાદ પર ગંધવાન પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ગુજરાતથી પરત આવતાં યુવતીના પરિજનો અને ગામ લોકોએ ભેગા થઈ પ્રેમી જાેડા અને તેમને મદદ કરનારા એક સગીર છોકરા સાથે મારઝૂડ કરી.
બાદમાં તેમના ગળામાં ટાયર પહેરાવીને ગામમાં સરઘસ કાઢ્યું. ગામ લોકોએ તેના વીડિયો પણ ઉતાર્યા હતા. આ વીડિયો હવે સામે આવ્યો છે. આ મામલામાં પોલીસે વિવિધ કલમો હેઠળ પાંચ લોકોની વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.
એડીશનલ એસપી દેવેન્દ્ર પાટીદારે વધુમાં જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ ગંધવાની પોલીસની ટીમ તાત્કાલિક હરકતમાં આવી અને સમગ્ર મામલામાં પાંચ લોકોની વિરુદ્ધ કેસ નોંધી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બે આરોપી હજુ ફરાર છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. યુવતી તેના પ્રેમી સાથે ભાગી જતાં તેના પરિવારના સભ્યો ખૂબ જ નારાહ હતા અને તેના કારણે આ ઘટનાને અંજામ આપ્યો.
પોલીસે ઘટનાનો વીડિયો સામે આવતા જ આ મામલામાં કાર્યવાહી કરી છે. પાટીદારે આ પ્રકારની ઘટનાને વખોડી કાઢી છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી દીધી છે. બીજી તરફ, પોલીસ કાર્યવાહીથી હવે ગામમાં સોપો પડી ગયો છે.SSS