ભિલોડાના માંકરોડા ફાયરીંગ બટ વિસ્તારમાં પ્રતિબંધ

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ)ભિલોડા, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગંભીરપુરા (માંકરોડા) ગામમાં ફાયરીંગ બટ આવેલો છે. આ બટમાં પોલીસ અધિક્ષક કચેરી, મહેસાણા પોલીસ અધિકારી/કર્મચારીઓનું સને-૨૦૨૧નું વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ કરવાનું હોઈ પોલીસ અધિક્ષક,અરવલ્લી મોડાસા દ્વારા તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૧નું મંજુરી પત્ર આપેલ છે.
જે અંતર્ગત પોલીસ અધિક્ષક, મહેસાણાના તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૧ પત્રથી મંજૂરી આપેલ છે.જેથી આ બટ વિસ્તારની હદમાં રહેતા આજુબાજુનાં પ્રજાજનોની સલામતી જાળવવા ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે તા.૦૧ ઓક્ટોબર થી થી તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધી અમલમાં રહેશે.
જે અંતર્ગત ડૉ.નરેન્દ્રકુમાર મીના, જિલ્લા મેજીસ્ટ્રેટ, અરવલ્લી-મોડાસા સને ૧૯૫૧નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૭ (૪) થી મળેલ સત્તાની રૂએ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગંભીરપુરા (માંકરોડા) ખાતેના બટમાં વર્ષના પ્રથમ તબક્કાનું ફાયરીંગ પ્રેક્ટિસ કરવાની હોઈ ઉક્ત બટ વિસ્તારની આજુબાજુની વ્યકિતઓએ ઉપરોકત જમીનની આજુબાજુ ૧.૬ કી.મી. ની ત્રિજયાના વિસ્તારમાં
તા.૦૧ ઓક્ટોબર થી તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધી સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ કલાક સુધી પ્રવેશ કરવો નહિં તથા ઉકત વિસ્તારમાં દર્શાવેલ દિવસો અને સમયે ઢોર ઢાંખર લઇને પ્રવેશ કરવો કે કરાવવો નહીં.
આ જાહેરનામાનાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કલમ-૧૩૫ હેઠળ અને ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ જણાવ્યું હતું.