આ કલાકારે વિશેષ યોગદાનથી નડિયાદનું નામ દેશમાં રોશન કર્યું

સાક્ષરભૂમિ નડિયાદને વારસામાં મળી છે કલા
(પ્રતિનિધિ) નડિયાદ, હું વર્ષ ૨૦૧૯ માં વોઇસ ઓફ ગુજરાતનો વિનર્સ રહ્યો છુ સૈફ સૈયદ વર્ષ ૨૦૧૫ માં સારેગામાપા શો ના ૫ રાઉન્ડમાં જીત મેળવી હતી સુફી , ગઝલ ગાઇને પોતાના સુરીલા સ્વરથી સૌ કોઇને દિવાના કર્યા છે કલાઓનો દબદબો હંમેશા ગુજરાતમાં રહ્યો છે .
ગુજરાતની ધરતી પર ઘણા કલાકારોએ પોતાના ઉમદા અને ઉત્કૃષ્ટ યોગદાનથી ગુજરાતની ભલી ભોમને ઉજળી બનાવી છે . ત્યારે વાત કરીએ ખેડા જિલ્લાનું વડુમથક ગણાતા નડિયાદની નડિયાદને સાક્ષર નગરીની સાથે સાથે કલાનગરી પણ કહી જ શકાય કારણ કે ઘણા કલાકારોએ પોતાના સુરીલા અવાજથી નડિયાદનું નામ ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશમાં ગુંઝતું કર્યું છે .
કલા અને કળા નડિયાદને જાણે વારસામાં જ મળી હોય તેમ નાનેરાથી માંડી મોટેરા લોકોમાં કઈને કઇ કલા છુપાયેલી જાેવા મળે છે , વાત છે નડિયાદના ૨૬ વર્ષીય શ્રી સૈફ સૈયદની જેઓએ માત્ર ધોરણ ૭ સુધી જ અભ્યાસ કર્યો છે અને આજે તેઓએ પોતાના સુરીલા કંઠને કારણે સમગ્ર નડિયાદની સાથે સાથે ગુજરાતમાં પણ તેની મહેક પ્રસરાવી છે .
તેઓને પોતાના સુરીલા કંઠની ગોડ ગીફ્ટ મળી છે . તેઓ સુફી અને ગઝલ ગાઈ સૌને પોતાની તરફ પોતાના સુરીલા કંઠથી આકર્ષિત કરી રહ્યા તેઓ મચ્છી માર્કેટ , વાવનું ફળીયું અમદાવાદી બજાર નડિયાદમાં રહે છે . તેઓએ ૭ વર્ષની ઉંમરથી જ ગાવાની શરૂઆત કરી હતી .
તેઓને પાકિસ્તાની ગાયક કલાકાર ઉસ્તાદ ગુલામઅલી ખાં પાસેથી પ્રેરણા મળી તેઓ નાનપણથી જ તેઓને સાંભળે છે અને તેઓ તેમને આદર્શ માને છે . તેઓ પોતાના ઓરકેસ્ટ્રા મ્યુઝિક ચલાવે છે . તેઓ સામાજિક અને વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં જઇ કાર્યક્રમો કર્યા છે .
તાજેતરમાં જ તેઓએ આનંદ આશ્રમ ખાતે કાર્યક્રમમાં ભાગ બન્યા હતા અને તેઓના સુનેહરા અવાજથી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકો અચંબિત થઇ ગયા હતા . તેઓને સ્વામીશ્રી મુદિતવદનાનંદ સરસ્વતીના હસ્તે તેમને આર્ષ વિધા કલા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો .
શ્રી સૈફ સૈયદએ અમદાવાદ , વડોદરા , સુરત , નડિયાદની સાથે તેઓએ ગુજરાતની બહાર મુંબઇ , જયપુર અને દિલ્હી જેવી રાજધાનીમાં પણ પોતે પોતાના સુરીલા સ્વરના ગઝલ , સુફી અને બોલીવુડ ગીતો ગાઇ અનેક કાર્યક્રમ કર્યા છે . સુફી સૈયદ ઉસ્તાદ સાબિરમાં જયપુર ઘરાનાના પાસેથી ટ્રેનિંગ લઇ રહ્યા છે તેમને પોતાના ટેલેન્ટથી જ નિ શુલ્ક ટ્રેનિંગ મળી રહી છે . નડિયાદનો હિરો સુફી સૈયદએ ઘણા સંઘર્ષ બાદ આજે તેઓએ પોતાનું નામ બનાવ્યું છે .