બાયડ: ફતેસિંહ રાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ ખાતે કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) કે.કે.શાહ આરોગ્ય મંડળ સંચાલિત સાબરકાંઠા – અરવલ્લી જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતી શ્રીમંત ફતેસિંહ રાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ, વાત્રક ખાતે કોરોના મહામારીના સમય દરમિ યાન કોરોના સંક્રમિત દર્દીઓની રાત દિવસ ખડેપગે રહી સેવા કરવા બદલ હોસ્પિટલના લગભગ ૧૩૭ જેટલા કર્મ ચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીણા,બાયડ-માલપુરના ધારાસભ્ય જશુભાઇ પટેલ,પ્રાંત અધિકારી વિમલભાઇ બારોટ,તાલુકા આરોગ્ય અધિકારી ધર્મેન્દ્રભાઇ પરમાર, સંસ્થાના ચેરમેન કોદરભાઇ પટેલ, ઉપપ્રમુખ પંકજભાઇ પટેલ,દિનેશભાઇ શાહ,માનદ મંત્રી કનૈયાલાલ શાહ ઉપ સ્થિત રહ્યા હતા.
અને કોરોના મહામારીના સમયે કોરોના સંક્રમિત દર્દીઓની રાત દિવસ સારવાર કરનાર ડોકટર તેમજ દર્દીઓની સેવામાં રાત દિવસ ખડેપગે હાજર રહી સાચા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર કર્મચારીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપી તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.