ગુજરાતની આ કંપની કરે છે, ફ્રોઝન સ્નેક્સનો 70% હિસ્સો 20 દેશોમાં નિકાસ
આંતરરાષ્ટ્રીય બજારો માટે ભારતમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય ઉત્પાદનો બનાવતી હાયફન ફૂડ્સ રૂ. 1500 કરોડની આવક કરવા આતુર
જ્યારે કંપની ચાલુ નાણાકીય વર્ષણાં આશરે રૂ. 500 કરોડનું ટર્નઓવર કરશે, ત્યારે એના ઉત્પાદનોનો 70 ટકાથી વધારે હિસ્સો 20થી વધારે દેશોમાં નિકાસ કરે છે
મુંબઈ, હાયફન ફૂડ્સ ફક્ત 5 વર્ષમાં ભારતમાંથી ફ્રેન્ચ ફ્રાઇસ અને પોટેટો સ્પેશિયાલ્ટીઝની અગ્રણી ઉત્પાદક અને સૌથી મોટી નિકાસકાર તરીકે બહાર આવી છે તથા ચાલુ નાણાકીય વર્ષમાં આશરે રૂ. 500 કરોડનું ટર્નઓવર કરશે, જેમાંથી નિકાસની આવકનો હિસ્સો 70 ટકાથી વધારે હશે. HyFun Foods Makes in India – International Food Products for Global markets – Eyes revenue of INR 1500 Cr.
ઉપરાંત હાયફનનો ઉદ્દેશ આગામી 5 વર્ષમાં વાર્ષિક ધોરણે 25 ટકાની વૃદ્ધિ સાથે વાર્ષિક આવક રૂ. 1500 કરોડ કરવાનો છે, જે મુખ્યત્વે 20થી વધારે દેશોમાં ફ્રોઝન પોટેટોની નિકાસથી સંચાલિત હશે. આ વૃદ્ધિલક્ષી યોજનાને સુસંગત રીતે કંપની પ્રોસેસિંગ પોટેટોની ઉત્પાદન ક્ષમતા વધારીને 3,50,000 ટન કરશે, જેના પરિણામે ફિનિશ્ડ ફ્રોઝનનું ઉત્પાદન 2,00,000 ટન થશે.
હાયફન ફૂડ્સે રશિયામાં પ્રદર્શનોમાં સહભાગી થઈને એની નિકાસની સફર શરૂ કરી હતી અને પછી તબક્કાવાર રીતે મધ્ય પૂર્વ, થાઇલેન્ડ અને ત્યારબાદ દક્ષિણપૂર્વ એશિયાના મોટા ભાગના દેશોમાં વિસ્તરણ કર્યું હતું. અત્યારે હાયફન ભારતમાંથી ફ્રેન્ચ ફ્રાઇસની કુલ નિકાસમાં 60 ટકા હિસ્સો ધરાવે છે.
કંપની ઉચ્ચ ગુણવત્તાયુક્ત બટાટા-આધારિત રેડી-ટૂ-કૂક ફ્રોઝન સ્નેક્સનું ઉત્પાદન કરે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિય છે, જેમાં ફ્રેન્ચ ફ્રાઇસ, વેજીસ, હેશબ્રાઉન, નજેટ વગેરે સામેલ છે. વળી તેમાં આલૂ ટિક્કી, મુંબઈ આલૂ વડા, વેજીટેબલ પેટ્ટીઝ, સાબુદાણા પેટી વગેરે જેવા લોકપ્રિય ભારતીય નાસ્તા પણ સામેલ છે.
હાયફન સંકલિત સીડ-ટૂ-શેલ્ફ બિઝનેસ મોડલ ઓપરેટ કરે છે. એના ઉત્પાદનોની ગુણવત્તા ઇન-હાઉસ સીડ મલ્ટિપ્લિકેશન પ્રોગ્રામ સાથે બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરીને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત બટાટાની ખરીદી અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખરીદીથી સુનિશ્ચિત થાય છે. કંપની 2500થી વધારે ખેડૂતો સાથે કામ કરે છે.
આશરે 500 કર્મચારીઓ ધરાવતી કંપનીએ ભારતમાં ગુજરાત રાજ્યના અમદાવાદ નજીક મહેસાણામાં અદ્યતન પ્રોસેસિંગ સુવિધા (વાર્ષિક ક્ષમતાઃ 175,000 ટન બટાટા) ઊભી કરવા રૂ. 250 કરોડનું રોકાણ કર્યું છે. ફૂડ સર્વિસ/હોરેકા સેગમેન્ટમાં મજબૂત નેટવર્ક સ્થાપિત કરવા ઉપરાંત કંપની બર્ગર કિંગ, પિત્ઝા હટ, કાર્લ્સ જૂનિયર અને કાફે કોફી ડે જેવી ક્યુએસઆરને પુરવઠો પણ પૂરો પાડે છે.
ઉપભોક્તા સેગમેન્ટમાં કંપની કેટલીક પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ માટે વ્હાઇટ લેબલ ઉત્પાદન કરે છે. તાજેતરમાં કંપનીએ 6 શહેરોમાં રિટેલ સેગમેન્ટમાં એના ઉત્પાદનો પ્રસ્તુત કર્યા છે અને આગામી થોડા વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવા આતુર છે.
આ અંગે હાયફન ફૂડ્સના એમડી અને સીઇઓ શ્રી હરેશ કરમચંદાનીએ કહ્યું હતું કે, “અમે દેશમાં ફ્રેન્ચ ફ્રાઇસના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારો પૈકીના એક (ક્ષમતાઃ 65,000 ટનથી વધારે) છીએ અને ચાલુ નાણાકીય વર્ષમાં આશરે રૂ. 500 કરોડનું ટર્નઓવર કરવા આતુર છીએ. અમારો ઉદ્દેશ દુનિયા માટે ઉત્પાદનો બનાવવાનો છે,
તો ભારતની વૃદ્ધિમાં મદદરૂપ થવાનો છે. ઉત્તર ગુજરાતમાં બટાટાના 2,500થી વધારે ખેડૂતો અમારા માટે આશરે 13,000 એકરમાં અમારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મોડલને અનુરૂપ ખેતી કરે છે, જેના પરિણામે અમારા માટે કાર્યરત ખેડૂતોની આવક સુનિશ્ચિત થઈ છે.
અમે અમારા પ્રોસેસિંગ પ્લાન્ટ માટે દુનિયામાં ઉપલબ્ધ શ્રેષ્ટ ટેકનોલોજી અપનાવી છે, જે AA ગ્રેડ BRC સર્ટિફાઇડ છે. નિકાસ અમારી વ્યવસાયિક વ્યૂહરચનાનું અભિન્ન અંગ બની રહેશે અને અમે આંતરરાષ્ટ્રીય બજારોમાં અમારી કામગીરીનું વધારે વિસ્તરણ કરવા અવિરતપણે કામ કરીએ છીએ.”
હાયફનને એના શ્રેષ્ઠ માળખા પર ગર્વ છે, જેમાં સંપૂર્ણ ઓટોમેશન સુનિશ્ચિત કરે છે કે, અંતિમ ઉત્પાદનોને હાથના સ્પર્શ થયો હોતો નથી. ઉત્પાદનની પ્રેક્ટિસ અને સ્વચ્છતા આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ છે, જે સમગ્ર દુનિયામાં ગ્રાહકો દ્વારા હાયફન ઉત્પાદનોની સ્વીકાર્યતા તરફ દોરી જાય છે.
હાયફને ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઇસ અને પોટેટો સ્પેશિયાલ્ટીઝના વિશ્વસનિય સપ્લાયર તરીકે ભારત માટે તકો ઊભી કરી છે અને પ્રતિષ્ઠા મેળવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્પાદન તરીકે નિકાસ બજારોમાં બ્રાન્ડની સ્વીકાર્યતાએ સંપૂર્ણ એશિયા માટે નિકાસ કેન્દ્ર બનવા માટે ભારતની પ્રચૂર સંભાવનાઓ ઊભી કરી છે. કંપની આ તકોનો લાભ લેવા આતુર છે અને આશરે રૂ. 350 કરોડનું નવું રોકાણ કરીને દર વર્ષે પ્રોસેસિંગ ક્ષમતા 125000 એમટીથી વધારીને 350000 એમટી કરવાની યોજના ધરાવે છે.