Western Times News

Gujarati News

હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સની ધમાકેદાર જીત

દુબઈ, આઈપીએલ ૨૦૨૧ના બીજા તબક્કાની ૩૩મી મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદની ટીમે પહેલાં ટોસ જીતીને બેટિંગનો ર્નિણય કર્યો હતો. પણ દિલ્હીની ટીમની બોલિંગ આગળ હૈદરાબાદની ટીમ ફક્ત ૧૩૪ રન જ બનાવી શકી હતી. અને જીત માટે દિલ્હીને ૧૩૫ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

દિલ્હી તરફથી સૌથી વધારે કાગિસો રબાડાએ ૩ વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલ અને નોર્ટઝેએ ૨-૨ વિકેટ ઝડપી હતી. રનોનો પીછો કરતાં દિલ્હી કેપિટલ્સની ટીમે ૧૭.૫ ઓવરમાં ૧૩૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનર શિખર ધવને ટીમને સારી શરૂઆત અપાવી હતી. બીજી જ ઓવરમાં તેણે બે ચોગ્ગા લગાવ્યા હતા.

જાે કે ત્રીજી જ ઓવરમાં જ દિલ્હી કેપિટલ્સને ઝટકો લાગ્યો હતો. ખલીલ અહમે પૃથ્વી શોને ૧૧ રન બનાવીને પેવેલિયન પરત મોકલ્યો હતો. જાે કે, તે બાદ શિખર ધવન અને શ્રેયસ ઐય્યરે ઈનિંગને સંભાળી હતી. ધવન અને ઐય્યર વચ્ચેની પાર્ટનરશિપ ૧૧મી ઓવરમાં રાશિદ ખાને તોડી હતી. રાશિદ ખાને શિખર ધવનને કેચ આઉટ કરાવ્યો હતો.

ધવને ૩૭ બોલમાં ૬ ચોગ્ગા અને એક સિક્સની મદદથી ૪૨ રન બનાવ્યા હતા. તેમજ ધવન અને ઐય્યર વચ્ચે ૫૨ રનોની પાર્ટનરશિપ થઈ હતી. જે બાદ કેપ્ટન ઋષભ પંત ક્રિઝ પર આવ્યો હતો.

ઐય્યર અને પંતની વિસ્ફોટ બેટિંગ આગળ હૈદરાબાદની બોલિંગ એટેક ધરાશાયી થઈ ગયો હતો. ઋષભ પંત અને શ્રેયસ ઐય્યર વચ્ચે પણ ૫૦ રનોની પાર્ટનરશિપ થઈ હતી. ઐય્યરે સિક્સ ફટકારીને મેચ જીતાડી હતી. ઐય્યરે ૪૧ બોલમાં ૨ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૪૭ રન બનાવ્યા હતા, જ્યારે પંતે ૨૧ બોલમાં ૩ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૩૫ રન બનાવ્યા હતા.

ટોસ જીતીને પ્રથમ બેટિંહ માટે ઉતરેલી હૈદરાબાદની ટીમે ૨૦ ઓવરના અંતે ૯ વિકેટ ગુમાવીને માત્ર ૧૩૪ રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી સૌથી વધારે અબ્દુલ સમદે ૨૮ રન બનાવ્યા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત જ નબળી થઈ હતી. પહેલી ઓવરના ત્રીજા બોલ પર જ એમરિચ નોર્ટઝેએ ડેવિડ વોર્નરને ૦ રને અક્ષર પટેલનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જે બાદ પાંચમી ઓવરમાં કાગિસો રબાડાએ ઋદ્ધિમાન સાહાને ૧૮ રને આઉટ કર્યો હતો. જ્યારે ૧૦મી ઓવરમાં અક્ષર પટેલે હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસનને ૧૮ રને આઉટ કર્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.