ન્યૂયર વખતે આરાધ્યાએ અમિતાભને ગિફ્ટ આપી
મુંબઈ, અમિતાભ બચ્ચનનું સોશિયલ મીડિયા અકાઉન્ટ જૂની-નવી અને ખાસ યાદોથી ભરેલું જાેવા મળે છે. અમિતાભ બચ્ચન આજકાલ ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’માં જાેવા મળી રહ્યા છે. શોમાં એક કન્ટેસ્ટન્ટે બિગ બીના સ્ટાઈલિશ કપડાં અને તેમની પસંદગીના વખાણ કર્યા હતા. ખાસ કરીને અમિતાભ બચ્ચનનું રેઈનબો જેકેટ ખૂબ પસંદ આવ્યું હતું. ત્યારે બિગ બીએ આ જેકેટ પાછળની વાત જણાવી હતી. અમિતાભ બચ્ચને રેઈનબો જેકેટ પહેરેલી તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.
આ જેકેટ કન્ટેસ્ટન્ટને ખૂબ પસંદ આવ્યું હતું. ત્યારે બિગ બીએ ખુલાસો કર્યો કે, આ જેકેટ તેમને દીકરા અભિષેક બચ્ચને બર્થ ડે પર ભેટ આપ્યું હતું. કન્ટેસ્ટન્ટે અમિતાભના ઈન્સ્ટાગ્રામ પરથી વધુ એક તસવીર બતાવી જે ન્યૂયર સેલિબ્રેશનની હતી.
આ તસવીરમાં અમિતાભ ફંકી ગોગલ્સ પહેરેલા જાેવા મળે છે. બિગ બીએ ખુલાસો કર્યો કે, આ ગોગલ્સ તેમની પૌત્રી આરાધ્યા બચ્ચન ન્યૂયર સેલિબ્રેશન માટે ખરીદીને લાવી હતી. તાજેતરમાં જેકી શ્રોફ કૌન બનેગા કરોડપતિમાં મહેમાન બનીને આવ્યા હતા.
ત્યારે અમિતાભ બચ્ચને જેકીને પોતાના ઓટોગ્રાફવાળી બૉ ટાઈ ભેટ આપી હતી. આ અંગે જેકીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને લખ્યું, અમિતાભ બચ્ચન સર થોડા વર્ષો પહેલા હું તમારો ઓટોગ્રાફ લેવા માગતો હતો પરંતુ અમુક કારણોસર ના લઈ શક્યો.
કેબીસીમાં મને આ તક મળી અને હું મારી જાતને રોકી ના શક્યો. આટલા ઉદાર અને પ્રેમાળ હોવા માટે અને મને તમારી નેકટાઈમાંથી એક સહી કરીને આપવા માટે આભાર. આ ક્ષણ હું હંમેશા વાગોળીશ. વર્કફ્રંટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન પાસે ઘણી ફિલ્મો છે.
અમિતાભ બચ્ચન આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટાટરર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં મહત્વના રોલમાં જાેવા મળશે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ સાય-ફાઈ ડ્રામા ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા, મૌની રોય અને નાગાર્જુન પણ ખાસ ભૂમિકામાં દેખાશે.
અમિતાભ બચ્ચન અજય દેવગણ અને રકુલ પ્રીત સાથે ‘મેડે’માં દેખાશે. આ સિવાય તેમની પાસે નાગરાજ મંજુલેની ‘ઝૂંડ’ પણ છે. પીઢ અભિનેતા દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથે એક ફિલ્મ કરી રહ્યા છે. આ સિવાય તેઓ દીપિકા પાદુકોણ સાથે હોલિવુડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિન્દી રિમેકમાં જાેવા મળશે. આ ફિલ્મમાં અગાઉ ઋષિ કપૂરને લેવામાં આવ્યા હતા પરંતુ તેમનું અવસાન થતાં બિગ બીને ફિલ્મ ઓફર કરાઈ.SSS