Western Times News

Gujarati News

અભિનેતા રેશમ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે

મુંબઈ, જ્યારે કોઈ ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે આપણી નજર લીડ રોલના એક્ટર્સ પર હોય છે. તે સમયે ચર્ચા પણ મુખ્ય પાત્રોની જ કરવામાં આવે છે. પરંતુ હકીકત તો એ છે કે ફિલ્મના ગણતરીના લીડ એક્ટર્સની સાથે સાથે એવા અનેક નાના-મોટા કલાકારો હોય છે, જે ફિલ્મની સ્ટોરીને આગળ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઘણીવાર આ સપોર્ટિંગ એક્ટર્સને તે ઓળખ અને પ્રસિદ્ધિ નથી મળતી.

આવા જ એ કલાકાર છે રેશમ અરોરા જેમણે ખુદા ગવાહ, અગ્નિપથ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, અને અત્યારે ઘણો કપરો સમય પસાર કરી રહ્યા છે. ૭૧ વર્ષીય રેશમ અરોરાએ અનેક ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા, પરંતુ અત્યારે તેમની નાણાંકીય સ્થિતિ ઘણી ખરાબ છે.

તેમણે એવી વાત શેર કરી છે જે સાંભળીને કાળજુ કાંપી જાય. ફિલ્મ અગ્નિપથમાં રેશમ અરોરાએ તે ડોક્ટરનું પાત્ર ભજવ્યુ હતું જેમણે મિથુન ચક્રવર્તીની સારવાર કરી હતી. રેશમ અરોરા ફિલ્મ ખુદા ગવાહમાં જેલની ભૂમિકા ભજવી ચૂક્યા છે. પરંતુ આજે તેમની સ્થિતિ એવી છે કે અહીં તહીં ભટકી રહ્યા છે પણ કોઈ કામ આપવા તૈયાર નથી. વાતચીતમાં રેશમ અરોરાએ જણાવ્યું કે, મારા માટે કોઈ કામ નથી.

જ્યારથી લોકડાઉન શરુ થયુ ત્યારથી જ આ સ્થિતિ છે. લોકો કહે છે કે વસ્તુઓ નોર્મલ થઈ રહી છે, પરંતુ મને તો કામની કોઈ પણ તક દેખાઈ નથી રહી. આ સાથે જ તેમણે પોતાના જીવનના અમુક કડવા અનુભવો પણ ઈટાઈમ્સ સાથે શેર કર્યા. રેશમ અરોરાએ જણાવ્યું કે, થોડા વર્ષો પહેલા હું ટ્રેનમાંથી પડી ગયો હતો.

ત્યારપછી અશ્વિની ધીરના શૉ ચીડિયા ઘરના સેટ પર મને એક વિચિત્ર જીવજંતુએ કરડી ખાધુ હતુ, જેના કારણે થોડા સમય માટે હું હરી-ફરી પણ નહોતો શકતો. જ્યારે મારા પત્નીને દેખાવવાનુ બંધ થઈ ગયું ત્યારે મારી સમસ્યામાં વધારો થઈ ગયો. મારા પત્નીને એક્યુટ ગ્લૂકોમાની ફરિયાદ હતી. મને ખરેખર અત્યારે કામની અત્યંત વધારે જરૂર છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.