મહુધા પોલીસે રૂ.૭૨૦૦૦ની કિંમતના દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો
(પ્રતિનિધિ)નડિયાદ : માનનીય ડી.જી.પી.ગુ.રા.ગાંધીનગર તરપથઈ ગુજરાત રાજ્યમાં દારૂ અને જુગારની બદી નાબુદ થાય તે અનુસંધાને ગુજરાત રાજ્યમાં તા.૨-૨-૧૯થી તા.૧૦-૬-૧૯ સુધી પ્રોહી-જુગાર ડ્રાઈવનું આયોજન કરેલ જે અન્વયે પોલીસ અધિક્ષકે ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસથા જળવાઈ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી દેશી-વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો ઉપર વોચ તપાસ રાખી દારૂના કેસો શોધી કાઢવા સૂચન કરેલ.
જે સૂચનાથી અમલવારીના ભાગરૂપે આર.કે.રાજપુત ઈ.પો.ઈન્સ. એલ.સી.બી.ખેડા ખેડા-નડિયાદનાઓના માર્ગદર્શન હેઠળ ગઈ તા.૧૦-૬-૧૯ના રોજ એલ.સી.બી.સ્ટાફના પો.સ.ઈન્સ. વી.એ.શાહ તથા અ.હેડકો રતેસિંહ તથા અ.હેડકો ચંદ્રકાન્ત તથા પો.કો. કુંદનકુમાર, પો.કો.રાજેશકુમાર, પો.કો.ધર્મપાલસિંહ તથા પો.કો.અમાનુલ્લાહ, પો.કો.કનકસિંહ તથા પો.કો. અમરાભાઈ, પો.કો.ઋતુરાજસિંહનાઓ મહુધા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન પો.કો.ધર્મપાલસિંહ તથા પો.કો. અમરાભાઈનાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે મહુધા ચોખંડી ભાગોળ ખાતે રહેતા નાસીરહુસેન ગુલામહુસેન મલેકનાઓને તેના મુસીબતનગર ડડુસર રોડ ઉપર આવેલ ગોડાઉનમાંથી તથા તેની સામે આવેલ તેના ખેતરની કબ્રસ્તાન બાજુની વાડમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના પરપ્રાંતના વિેદેશી દારૂની બોટલ નંગ-૧૮૦ કિ.રૂ.૭૨૦૦૦ તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦ મળી કુલ રૂ.૭૨,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની વિરૂદ્ધ મહુધા પો.સ્ટે.પ્રોહિ. ધારા હેઠળ ગુનો રજી. કરવામાં આવેલ છે. ગુનાની આગળની વધુ તપાસ વી.એ.શાહ પો.સ.ઈ.એલ.સી.બી.ખેડા નડિયાદનાઓ કરી રહેલ છે.