IPLમાં મેચ ફિક્સિંગ! પંજાબ કિંગ્સના ખેલાડી વિરુદ્ધ તપાસ શરૂ થઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Punjab.jpg)
નવીદિલ્હી, આઈપીએલ ૨૦૨૧ના બીજા ફેઝની શરૂઆત યૂએઈમાં થઈ ગઈ છે. મહત્વનું છે કે આ મોટી ટૂર્નામેન્ટને લઈને હંમેશા સવાલ ઉઠતા રહ્યા છે કે તેમાં ઘણી મેચ ફિક્સ થાય છે. અનેક ખેલાડી અને ટીમો ફિક્સિંગમાં દોષી સાબિત થયા બાદ તેના પર પ્રતિબંધ લાગી ચુક્યા છે. હાલ આઈપીએલ સીઝનમાં પણ હવે મેચ ફિક્સિંગને લઈને એક ખેલાડીની તપાસ થઈ રહી છે. આ ખેલાડી પંજાબ કિંગ્સનો છે.
બીસીસીઆઈ ક્રિકેટમાં ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરેન્સની નીતિ રાખે છે. શબ્બીર હુસૈન શેખાદામ ખંડવાવાલાની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર વિરોધી એકમ એટલે કે બીસીસીઆઇઃએસીયુ આ સમયે યૂએઈમાં રમાઈ રહેલી આઈપીએલ પર નજર રાખી રહી છે. આ વચ્ચે પંજાબ કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર દીપક હુડ્ડાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટે મોટી બબાલ ઉભી કરી છે અને હવે બીસીસીઆઈ તેની ઉપર મેચ ફિક્સિંગની તપાસ કરવાનું છે.
રિપોર્ટ અનુસાર એસીયૂના એક અધિકારીએ તેમની સાથે વાત કરતા કહ્યુ કે, દીપક હુડ્ડાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને ચોક્કસ પણે તેના પર ધ્યાન આપવામાં આવશે કે શું તે બીસીસીઆઈ એસીયૂના નિયમોનું ઉલ્લંઘન કરે છે કે નહીં. તે અધિકારીએ કહ્યું- એસીયૂ આ પોસ્ટની તપાસ કરશે. અમે તે વાત પર પ્રતિબંધ લગાવ્યો છે કે મેચ શરૂ થતાં પહેલા ટીમના સંયોજન વિશે કોઈ વાત ન કરવી જાેઈએ.
હકીકતમાં પંજાબ કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર દીપક હુડ્ડાએ મંગળવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ શરૂ થતાં પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે પંજાબ કિંગ્સની જર્સી અને હેલ્મેટ પહેર્યુ હતું. તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું- ‘Here we go again’. તેની આ પોસ્ટથી લગભગ સ્પષ્ટ થઈ ગયું કે તે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ રમી રહ્યો છે. ત્યારબાદ તેના ઉપર તપાસના આદેશ આપવામાં આવ્યા છે.HS