બેંગ્લોરમાં ફટાકડાના સ્ટોરમાં આગ લાગતા બે લોકોના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Bomb-1024x569.jpeg)
બેંગ્લુરૂ, બેંગ્લુરૂમાં એક ફટાકડાના સ્ટોરમાં આગ લાગવાથી બે લોકોના મોત નિપજયાં છે અને ત્રણ અન્યને ઇજા પહોંચી છે.આ ઘટના ન્યુ થારાગુપેટ વિસ્તારમાં બની હતી ડીએસપી હરીશ પાંડેયેએ કહ્યું કે આ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને ત્રણ અન્યને ઇજા થઇ છે.
તેમણે કહ્યું હતું કે બેંગ્લુરૂના થારાગુરપેટ વિસ્તારમાં એક ફટાકડાની દુકાન આવેલી હતી જેમાં એકાએક આગ લાગી હતી જેને કારણે ફટાકડા સળગી ઉઠયા હતાં અને તેમાં બે લોકોના મોત નિપજયા હતાં અને ત્રણ લોકોને ઇજા થઇ હતી ઇજા પામેલાઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાંથી એકની હાલત ગંભીર છે.આ આગ કેવી રીતે લાગી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.આ ઘટનાથી નાસભાગ મચી હતી.HS