કોરોનાના કારણે આપઘાતને પણ કોવિડથી થયેલ મોત ગણાશે: કેન્દ્ર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Corona-6.jpg)
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસનાં કારણે લાખો લોકો પીડાયા છે જ્યારે હજારો પરિવાર એવા છે જેમના પરિજનોએ કોરોના વાયરસનાં કારણે જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસનાં કારણે મૃત્યુ પામતા પરિજનોનાં પરિવારને સરકાર દ્વારા વિવિધ રાજ્યોમાં સહાય જાહેર કરવામાં આવી છે ત્યારે કોરોના વાયરસનાં કારણે જે લોકોએ આપઘાત કર્યા તેમની મોત કોવિડથી થયેલ મોત ગણાશે કે નહીં તેને લઈને ઘણી અસંસજસતા હતી.
જાેકે હવે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સત્તાવાર રીતે આ મુદ્દે નિવેદન જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત થયેલ કોઈ પણ ૩૦ દિવસની અંડર આપઘાત કરે છે તે તો કોવિડથી થયેલ મોત ગણાશે અને તેમના પરિવારનાં લોકોને વળતર પણ આપવામાં આવશે.
નોંધનીય છે કે આ આ પહેલા જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે કોરોના વાયરસથી થયેલ મોતમાં આપવામાં આવતા પ્રમાણપત્રોમાં આપઘાતને બહાર રાખવામાં આવે તે દિશાનિર્દેશ પર ફરીથી વિચાર કરવામાં આવે.
જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચ દ્વારા પાછલી સુનાવણીમાં સોલિસિટર જનરલને કહેવામાં આવ્યું હતું કે તમે કહી રહ્યા છો કે જૉ કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ આપઘાત કરી લે તો તેણે પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં. આવા ર્નિણય પર વિચાર કરવાની જરૂર છે. જેના જવાબમાં મેહતાએ કહ્યું હતું કે કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ ચિંતા પર વિચાર કરવામાં આવશે.HS