પંજાબમાં વિસ્ફોટકો અને હથિયાર સાથે ૩ આતંકવાદી ઝડપાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Terorist-1.jpg)
ચંડીગઢ, પંજાબ પોલીસ તરનતારન જિલ્લામાંથી ત્રણ આંતરવાદીઓને હથિયારો અને વિસ્ફોટરો સાથ ઝડપી પાડ્યાં છે.ત્રણેય આંતકવાદીઓ મોટી ઘટનાને અંજામ આપીને પંજાબને હચમચાવી દેવાનો પ્રયાસમાં હતાં. પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ આ ત્રણેય આતંકીઓ પંજાબના મોગા જિલ્લાના રહેવાસી છે. તેઓની ઓળખ કુલવિંદર સિંહ રહેઠાણ રોલી, કમલપ્રીત સિંહ માન રહેઠાણ મોગા અને કવંરપાલ સિંહ રહેઠાણ ગોવિંદ બસ્તી તરીકે થઈ છે.
તરનતારન એસએસપી ઉપિંદરજીત સિંહ ખુમાને જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન ભીખીવિંદના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર નવદીપસિંહ ભટ્ટી તેમની ટીમ સાથે રાત્રે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જિલ્લાના ભગવાનપુરા ગામ પાસેના બ્લોક દરમિયાન પોલીસ ટીમે શંકાના આધારે એક કારને રોકી હતી. તેમાં ત્રણ લોકો હતા.
એસએસપીએ કહ્યું કે કાર અને તેના પર બેઠેલા લોકોની તલાસી કરતાં તેમાંથી હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ સાથે ત્રણેય પાસેથી ૯ એમએમ પિસ્તોલ, ૧૧ કારતૂસ, એક વિદેશી હેન્ડ ગ્રેનેડ અને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. તેમણે કહ્યું કે આજે ત્રણેય આતંકીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ લેવામાં આવશે.
પૂછપરછ દરમિયાન આતંકવાદીઓએ મોટો ગુનો કરવાના કાવતરાનો ખુલાસો કર્યો છે.ત્રણેય આતંકીઓની ધરપકડ બાદ પોલીસે તેમના ઠેકાણાની શોધ શરૂ કરી છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે. પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં તેઓને હથિયારો અને વિસ્ફોટકો ક્યાંથી મળ્યા તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.HS