પેટ્રોલ-ડીઝલને જીએસટીની સીમામાં લાવવા માટે રાજયો તૈયાર નથી: પુરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Hardip1-1024x576.jpg)
નવીદિલ્હી, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી જનતા ત્રસ્ત છે. સહુ કોઈ આ રાહમાં છે કે સરકાર કંઈક તો પગલાં લેશે જેવા કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવી. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ છે કે જ્યાં સુધી રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલને જીએસટીની સીમામાં લાવવા માટે તૈયાર નહિ થાય ત્યાં સુધી કિંમતો ઘટશે નહિ.
હરદીપ સિંહ પુરીએ કહ્યુ છે, ‘જાે તમારો સવાલ છે કે પેટ્રોલની કિંમતો કેમ નથી ઘટી રહી તો તેનો જવાબ છે – કારણકે રાજ્ય આને જીએસટી હેઠળ નથી લાવવા માંગતા.હરદીપ સિંહ પુરીએ પશ્ચિમ બંગાળ સરકાર પર નિશાન સાધીને કહ્યુ કે મમતા સરકાર ફ્યુઅલ પર ભારે ટેક્સ લગાવી રહ્યા છે. આ જ કારણ છે કે પશ્ચિમ બંગાળમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો ૧૦૦ને પાર જઈ ચૂકી છે.
તમને જણાવી દઈએ કે કોલકત્તાાં પેટ્રોલ ૧૦૧.૬૨ રૂપિયા પ્રતિ લિટર છે. વળી, ડીઝલની કિંમત ૯૧.૭૧ રૂપિયા પ્રતિ લિટર છે. માત્ર બંગાળ જ નહિ પરંતુ આખા દેશના મોટાભાગના રાજ્યોમાં હવે પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ચૂક્યુ છે.
કેન્દ્ર સરકાર પેટ્રોલ પર લે છે એ જ જૂનો ચાર્જ હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે કેન્દ્ર સરકાર હજુ પણ ઈંધણની કિંમતોમાં જૂનો ચાર્જ જ વસૂલ કરી રહી છે. પુરીના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર પેટ્રોલ પર ૩૨ રુપિયા પ્રતિ લિટર ટેક્સ લે છે જ્યારે ફ્યુઅલની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૧૯ ડૉલર પ્રતિ બેરલ હતી.
ત્યારે અમે ૩૨ રૂપિયા પ્રતિ લિટર ચાર્જ લીધો હતો અને આજે પણ અમે એ જ ચાર્જ કરી રહ્યા છે જ્યારે કિંમત વધીને ૭૫ રૂપિયા પ્રતિ બેરલ થઈ ગઈ છે.HS