પાટણના ગરામડી નજીક ટ્રેલર પલટી જતા આગ ફાટી નીકળીઃ ડ્રાઈવરનું મોત

પ્રતિકાત્મક
પાટણ, સાંતલપુર તાલુકાના ગરામડી પાટિયાં નજીક બુધવારે રાત્રીના અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન ગાંધીધામ તરફથી કોલસી ભરીને રાજસ્થાન તરફ જઈ રહેલ ટ્રેલરમાં ચાલકે અચાનક જ કાબુ ગુમાવતા ટ્રેલર નાળા સાથે અથડાઈ જતા પલ્ટી ખાઈ ગયું હતું.પલ્ટી ખાઈ ગયેલ ટ્રેલર ધડાકાભેર અથડાતા ટ્રેલર માં અચાનક જ આગ લાગી જવા પામી હતી ટ્રેલર માં રહેલ ચાલક કેબીન માંથી બહાર જ નહીં નીકળી શકતા જીવતા સળગી જવા પામ્યો હતો.
ટ્રેલરમાં લાગેલી આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળીટ્રેલરમાં લાગેલ આગની ભયાનકતા એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી.સાંતલપુર સ્થિત એચપીસીએલના ફાયર ફાઇટર દ્વારા બે કલાકની મહેનત બાદ ટ્રેલરની આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, જો કે જ્યાં સુધી આગ પર કાબુ મેળવવામાં આવે ત્યાં સુધી ચાલક સળગી જવા પામ્યો હતો.
ઘટનાની જાણ થતાં સાંતલપુર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ આગ એટલી ભયાનક હતીકે ટેન્કર નજીક પણ જવું અશક્ય બનવા પામ્યું હતું.