રેમન્ડે શર્ટિંગ ફેશનમાં કેઝ્યુલાઇઝેશનના ટ્રેન્ડનો લાભ લીધો
– શર્ટિંગ ફેબ્રિક્સ વાઇબેઝAW’21 કલેક્શન પ્રસ્તુત કર્યું – પરંપરાગત ભારતીય છાપો ધરાવતી વિવિધ વાઇબ્રન્ટ પ્રિન્ટ્સ –
– ડિઝાઇનર સુકેત ધીરને બોર્ડ પર લીધા, જેથી વિવિધ ફેબ્રિક્સને સ્ટાઇલિશ સિલહટમાં શ્રેષ્ઠ રીતે પરિવર્તિત કરી શકાય-
ભારતની પ્રીમિયમ ફેબ્રિક્સ અને એપેરલની અગ્રણી ઉત્પાદક અને રિટેલર રેમન્ડએ એના શર્ટિંગ ફેબ્રિક્સ –‘વાઇબેઝ’નું લેટેસ્ટ વાઇબ્રન્ટ કલેક્શન પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. ભારતમાં લોકપ્રિય મેન્સવેર બ્રાન્ડ તરીકે રેમન્ડએ બોર્ડ પર પ્રસિદ્ધ ડિઝાઇનર સુકેત ધીરને લીધા છે. સુકેતનું કામ આંતરરાષ્ટ્રીય ફેશનમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત સન્માનો પૈકીના એક દ્વારા માન્યતાપ્રાપ્ત છે અને તેમણે રેમન્ડ વાઇબેઝને પ્રસ્તુત કરવા માટે એક્સક્લૂઝિવ કલેક્શન તૈયાર કર્યું છે.
શર્ટિંગ ફેબ્રિક્સની વાઇબ્રન્ટ રેન્જ રેમન્ડ વાઇબેઝએ નોસ્તાલ્જિક ભારતીય છાપોમાંથી પ્રેરિત થઈને એનો અતિ આધુનિક સુંદરતા સાથે શ્રેષ્ઠ સમન્વય કર્યો છે અને કલરની પેલેટ સાથે સાહસિક અનુભવ કર્યો છે. કલેક્શમાં 7 અલગ પ્રિન્ટ સામેલ છે – વોટરકલર વોશીસ, સ્વર્લિંગ પૈસ્લે, બોલ્ડ એબ્સ્ટ્રેક્ટ, ટાઇ-એન-ડાઈ, ચેકરબોર્ડ, ડીપ વિથ ઇન્ડિગો અને ટ્રાઇબલ પ્રિન્ટ્સ.
વાઇબેઝ કલેક્શનની પ્રસ્તુતિ પર રેમન્ડ લાઇફસ્ટાઇલ બિઝનેસના સીઇઓ એસ ગણેશ કુમારે કહ્યું હતું કેઃ “જીવન પૂર્વવત્ થઈ રહ્યું હોવાથી ગ્રાહકો કેઝ્યુલાઇઝેશન પર નવો પરિપ્રેક્ષ્ય મેળવવા ઇચ્છે છે અને તેઓ ફેશનની સમજણ સાથે પ્રયોગ વધારવા ચાહે છે.
વોર્ડરોબને નવેસરથી સજાવવાથી મૂડને મોટું પ્રોત્સાહન મળી શકે છે, જે તહેવારની આગામી સિઝનમાં આનંદ-ઉમંગ વધારી શકે છે. હાલના સંદર્ભમાં વાઇબેઝની પ્રસ્તુત ઉચિત છે, જેમાં લોકો આશા સાથે ખરીદી કરવા આતુર છે.”વિશિષ્ટ પ્રિન્ટની બહોળી વિવિધતા સાથે કલેક્શન ગ્રાહકોને પસંદગી કરવા વિવિધતાસભર કલર પેલેટ ઓફર કરે છે.
ટ્રેન્ડી અને વિવિધતાસભર પ્રિન્ટને કેટલાંક પ્રસંગો માટે વિવિધ લૂકમાં સીવડાવી શકાશે – પછી એ મિત્રો સાથે કેઝ્યુઅલ હેંગઆઉટ હોય, નાઇટ પાર્ટી હોય કે પછી લાંબા સમયથી રાહ જોવાતી રોડ ટ્રિપ હોય.
આ લોંચ દરમિયાન સુકેત ધીરે કહ્યું હતું કેઃ “રેમન્ડએ ‘વાઇબેઝ’ કલેક્શન પ્રસ્તુત કર્યું એની ખુશી છે. અમારા માટે આ કલેક્શન એકથી વધારે પ્રસંગો માટે ઉપયોગી, વિવિધતાસભર, કૂલ અને ટ્રેન્ડી છે. વ્યક્તિએ ધારણ કરેલા વસ્ત્રો એની આસપાસનું વાતાવરણ કેવી રીતે બદલે છે એને આપણે બધા સારી રીતે જાણીએ છીએ.
અમે ક્લાસિક સુકેતધીર સ્ટાઇલ સાથે ફેબ્રિક્સમાં વિવિધતા લાવ્યાં છીએ. એના કલર્સ અને પેટર્ન્સ એવી છે, જે એને ધારણ કરનારના વાઇબ કે મૂડને વ્યક્ત કરે છે. આ કલેક્શન શિયાળાના ધૂંધળા દિવસોમાં ચમક લાવવા તથા ઠંડી લહેર અને ઠંડકની અવરજવરને જાળવવા લિનેન્સ અને કોર્ડરૉય્સનો આદર્શ સમન્વય ધરાવે છે.”
વાઇબેઝ કલેક્શન કોટન, લિનેન જેવા વિવિધ ફેબ્રિક્સમાં અને ફેબ્રિકના વિવિધ સમન્વયમાં ઉપલબ્ધ છે, જેની કિંમત તમામ ફેબ્રિકમાં મીટરદીઠ રૂ. 850થી શરૂ થાય છે તથા કસ્ટમ ટેલર શર્ટ માટે રૂ. 1800થી શરૂ થાય છે. આ કલેક્શ રેમન્ડની તમામ શોપમાં અને પાર્ટનર મલ્ટિ-બ્રાન્ડ આઉટલેટ્સમાં તેમજ www.myraymond.com પર ઉપલબ્ધ છે.