Western Times News

Gujarati News

PM મોદીએ કમલા હૈરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

વોશિંગટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાની ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસની વચ્ચે શુક્રવારે પહેલીવાર વ્યક્તિગત મુલાકાત થઈ. વ્હાઇટ હાઉસમાં થયેલી આ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ કમલા હૈરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. સાથોસાથ તેમણે કહ્યું કે તેઓ દુનિયાભરમાં અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. ઉપ-રાર્ષ્યપ્રમુખે પણ કહ્યું કે, ભારત અને અમેરિકા સાથે કામ કરવાથી તેની દુનિયા પર ઘેરી અસર હશે. પીએમ મોદી ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસ પર છે.

આ દરમિયાન તેઓ QUAD મીટિંગ, UNGAમાં હિસ્સો લેશે. પીએમ મોદીએ કહ્યું કે, અમેરિકાની ઉપ-રાષ્ટ્રપ્રમુખ તરીકે આપની પસંદગી જરૂરી અને ઐતિહાસિક પ્રસંગ હતો. તમે દુનિયાભરમાં અનેક લોકો માટે પ્રેરણારૂપ છો. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડન અને આપના નેતૃત્વ હેઠળ આપણા દ્વીપક્ષીય સંબંધો નવા શિખરને સ્પર્શ કરશે.

પીએમ મોદીએ કમલા હૈરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપની જીતની સફર ચાલુ રાખતા, ભારતીય પણ તેને ભારતમાં ચાલુ રાખશે અને આપના ભારત આવવાનો ઇંતજાર કરશે, તેથી હું આપને ભારત આવવાનું આમંત્રણ આપું છું.

કમલા હૈરીસે એ વાત પર ભાર મૂક્યો કે ભારત અને અમેરિકાની સાથે કરવાથી બંને દેશોના લોકો પર ઉપરાંત વિશ્વ પર ઘેરી અસર પડશે. તેમણે કોવિડ-૧૯ સહિત અનેક પ્રસંગો પર બંને દેશો વચ્ચે જાેવા મળેલા સહયોગનો ઉલ્લેખ કર્યો.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, કોવિડ-૧૯ સંકટ બંને દેશોએ મળીને કામ કર્યું. મહામારીની શરૂઆતમાં ભારત અન્ય દેશોને વેક્સીન પહોંચાડવાનું અગત્યનું માધ્યમ હતું. આ દરમિયાન કમલા હૈરિસની સાથે જૂનમાં થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આપે જે રીતે મારી સાથે વાત કરી હતી તે હંમેશા યાદ રહેશે.

કમલા હૈરિસ સાથેની મીટિંગમાં પીએમ મોદીએ કહ્યું કે, મારી સાથે વાત કરતી વખતે આપે જે શબ્દોની પસંદગી કરી, હું તેને હંમેશા યાદ રાખીશ અને હું દિલથી આપને ધન્યવાદ આપવા માંગું છું.

વડાપ્રધાને કહ્યું કે, એક સાચા દોસ્તની જેમ આપના સહયોગ અને સંવેદનશીલતાથી ભરેલો સંદેશ આપ્યો અને તાત્કાલિક અમે જાણ્યું કે, અમેરિકાની સરકાર, કોર્પોરેટ સેક્ટર અને ભારતીય સમુદાય ભારતની મદદ કરવા માટે એક સાથે આવ્યા છે. કમલા હૈરિસે ભારતના કોવિડ-૧૯ વેક્સીનની નિકાસ ફરી શરૂ કરવાના ર્નિણયના પણ વખાણ કર્યા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.