મહેસાણાથી હથિયારો વેચવા આવેલો શખ્સ ઝડપાયો

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે મહેસાણાથી શહેરમાં હથિયારો વેચવા આવેલાં એક ઈસમને બે પિસ્તોલ અને આઠ કારતુસ સાથે ઝડપી લીધો છે.
પીઆઈ એચએમ વ્યાસની ટીમનાં એએસઆઈ દિલીપભાઈને બાતમી મળી હતી કે એક સફેદ રંગની કારમાં ગેરકાયદેસર હથિયારો રાખીતેનો નિકાલ કરવા માટે એક ઈસમ મહેસાણા તરફથી આવી ઝુંડાલ થઈ ચાંદખેડા જવાનો છે.
એ માહિતીને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે શુભ લક્ષ્મી સોસાયટી આગળ વોચ ગોઠવીને રાજસ્થાનના બાડમેર જીલ્લાનાં રહેવાસી સદ્દામ ઉર્ફે સદુ.કાલુખાન ભૈયાને ઝડપી લીધો હતો. જેની પાસેથી ૨ પિસ્તોલ તથા ૮ જીવતાં કારતુસ મળ્યા હતા. પ્રાથમિક તપાસમાં સદ્દામ આ હથિયારોનાં વેચાણ દ્વારા નફો રળવાનો હેતુ હોવાનો બહાર આવ્યું છે.