માણાવદરના રોહન ઠાકરે ઉદયપુર ખાતે રાષ્ટ્રીયકક્ષાના ચિત્ર પ્રદર્શનમાં ભાગ લીધો

(તસ્વીરઃ જીગ્નેશ પટેલ, માણાવદર) રાજસ્થાનના ઉદયપુરમાં બાગોરે કી હવેલી ખાતે આર્ટ શો યોજાયો હતો તેમાં માણાવદરના રોહન ઠાકરે ઉદયપુર ખાતે રાષ્ટ્રીય કક્ષાના ચિત્ર પ્રદર્શનમાં ભાગ લીધો હતો
તે સમય દરમ્યાન રોહને વીર મહારાણા પ્રતાપના વંશજાે તેમજ ભારતના મશહુર શાહી પરિવારના અરવિંદસિંહ મેવાર તેમજ તેમના પુત્ર લક્ષ્યરાજસિંહ મેવાર સાથે મુલાકાત લીધી હતી.
રોહનની કલાથી પ્રભાવિત થઈને રોહને શાહી ભોજન તેમજ શાહી જીવનશૈલીની સાથે મુલાકાત પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું હતું તેમજ ઉદયપુરના પ્રવાસ દરમિયાન રોહને રાજસ્થાનના પ્રખ્યાત જાદુગર આંચલ કુમાવત તેમજ ઉદયપુરના ડીવાયએસપી ચેતના ભટ્ટી સાથે મુલાકાત કરી હતી