કોરોના બાદ બ્લેક અને વ્હાઈટ ફંગસના ડબલ એટેકે નિષ્ણાંતોની ચિંતા વધારી

પ્રતિકાત્મક
મેક્સ હેલ્થકેર, વૈશાલીમાં યુપીથી આવેલા એક દર્દીમાં બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ બન્ને જાેવા મળ્યા
નવી દિલ્હી, ભારતમાં કોરોનાથી સાજા થયા બાદ પણ લોકોને રાહત મળી રહી નથી. પોસ્ટ કોવિડ અસરના રૂપમાં સામે આવેલી અને મહામારી જાહેર કરાવેલા બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસીસ જેવી ખતરનાક બીમારીના કેસમાં ઘટાડો થવાથી લોકોને રાહતની આશા હતી પણ સાથે ફંગસના ડબલ અટેકના કારણે આરોગ્ય નિષ્ણાંતોની ચિંતા વધી છે.
ગાઝિયાબાદના વૈશાલી સ્થિત મેક્સ હોસ્પિટલમાં એક દર્દીમાં ફંગસના ડબલ અટેકનો કેસ સામેઆવ્યોવ છે. યુપીથી આવેલા દર્દીમાં બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ બન્ને જાેવા મળ્યા છે. દર્દીની સર્જરી કરનારા ડોક્ટર્સનું કહેવું છે કે કોરોનાની બીજી લહેર બાદ એપ્રિલમાં દર્દીમાં બ્લેક અને વ્હાઈટ ફંગસમાંથી કોઈ એક જ બિમારી મળી રહી હતી પણ હવે બન્ને એક સાથે જ દર્દીમાં જાેવા મળતા ચિંતા વધી છે.
ફંગસના દરેક પ્રકારોમાં બ્લેક ફંગસ સૌથી વધારે ખતરનાક અને જીવલેણ છે. તે નાકથી લઈને આંખ અને મગજનેપ્રભાવિત કરે છે. તેમાં આંખો ખતમ પણ થઈ શકે છે. ફંગસના કેસમાં નાકમાં એક તરફ ગંદી સ્મેલ આવવાની ફરિયાદ પણ જાેવા મળી છે. તેમાં બ્લેક ફંગસ જાેવા મળ્યું અને તેને હટાવતા નીચે વ્હાઈટ ફંગસ પણ જાેવા મળ્યું.
તે દર્દીમાં મ્યુકરમાઈકોસિસ નાકથી મગજ સુધી પહોંચી શક્યું હતું. સર્જરી બાદ તેને એન્ટી ફંગલ દવાઓ પણ આપવામાં આવી, હાલમાં દર્દી ખતરાથી બહાર છે.
હાલમાં બન્ને ફંગસ એકસાથે છે કે નહીં તે ટસ્ટની મદદથી જ જાણી શકાય છે. પરંતુ આ લક્ષણો તમને ફંગસ હોવાનો સંકેત આપે છે. નાક સતત બંધ રહેવું, નાકમાંથી અલગ બેડ સ્મેલ આવવી, કંઈક કચરો જામી જવો, અને નીકળવો નહીં, કાળો પદાર્થ નાકમાંથી નીકળે તો તેનો ટેસ્ટ કરાવો. બ્લેક કે વ્હાઈટ ફંગસ નાકમાં રહે તો સામાન્ય તાવ પણ રહે છે. ભૂખમાં ઘટાડો થાય છે. માથામાં દુઃખાવો અને આંખો લાલ થવગાની સાથે સૂજી જાય છે.