કોરોના મહામારીના કારણે મહારાષ્ટ્રમાં બંધ કરવામાં આવેલા તમામ મંદિરો ૭ ઓક્ટોબરથી ફરી ખુલી જશે
મુંબઇ, કોરોના મહામારીના કારણે મહારાષ્ટ્રમાં બંધ કરવામાં આવેલા તમામ મંદિરો ૭ ઓક્ટોબરથી ફરી ખુલી જશે.૭ ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ છે. આની જાણકારી આપતા મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે હકિકતમં મંદિરોને બંધ કરવાના મુદ્દા પર રાજ્યમાં પ્રદર્શન પણ થઈ રહ્યા હતા.
અન્ના હજારે સહિત અનેક નેતાઓની માંગ હતી કે રાજ્યમાં મંદિર ખોલવામાં આવે. રાજ્ય સરકાર હજું પણ કોરોનાના પ્રસારના ડરથી ધાર્મિક સ્થળો ફરી ખોલવાને લઈને ખચકાઈ રહી છે. ખાસ કરીને જ્યારે મહામારીની ત્રીજી લહેરનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ વિપક્ષ તરફથી આને લઈને માંગ કરવામાં આવી રહી હતી.
મહારાષ્ટ્રના ભાજપ યુનિટના ચીફ ચંદ્રકાંત પાટિલે કહ્યું હતુ રાજ્યમાં મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, જૈન મંદિર શરુ કરવાને લઈને ભાજપ શંખનાદ આંદોલન કરી રહી છે. સરકાર લોકોની ભાવનાઓનો અનાદર કરી રહી છે.
આ દરમિયાન ભાજપની મહારાષ્ટ્રા યુનિટે રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર મંદિર ખોલવાને લઈને આંદોલન કર્યા. ભાજપ નેતા રામ કદમે પણ સિધ્ધિ વિનાયક મંદિર પહોંચવાની યોજના બનાવી હતી. પરંતુ આની પહેલા પોલીસે તેમની ધરપકડ કરી.
આ મહિને કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા પોલીસે મુંબઈમાં ૧૦ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બરની વચ્ચે ગણેશ ઉત્સવ દરમિયાન કલમ ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી હતી.
આ દરમિયાન શહેરમાં કોઈ પણ પ્રકારનું સરઘસ કાઢવાની પરવાનગી નથી આપવામાં આવી અને શ્રદ્ધાળુઓને ગણેશ પંડાલોમાં જવાની પરવાનગી નથી. સંક્રમણને ફેલતું રોકવા માટે મહારાષ્ટ્રના ગૃહ વિભાગે એક દિવસ પહેલા પંડાલોમાં જવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો હતો.
ત્યારે બીએમસીએ દિશા નિર્દેશ આપ્યા હતા કે સાર્વજનિક પંડાલોમાં મૂર્તિ લાવવા અને વિસર્જિત કરવાના સમયે ૧૦થી વધારે લોકો હાજર ન હોવા જાેઈએ. ઘરમાં મૂર્તિ લાવવા અને વિસર્જિત કરતા સમયે વધારેમાં વધારે ૫ લોકોની હાજરી રહેશે. આ ઉપરાંત માસ્ક પહેરવાને લઈને ગાઈડલાઈન જારી કરવામાં આવી હતી.HS