ભારતના સંસ્કારોમાં જ સહકારિતા છે, સહકારિતાથી ગરીબો અને પછાતોનો વિકાસ થશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Amit-Shah.jpg)
નવીદિલ્હી, આજે પંડિત દીનદયાલજીનો જન્મ દિવસ છે અને આજે દિલ્હીમા આજે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે પ્રથમ સહકારિતા સંમેલન યોજાયું હતું. પ્રથમ સહકારિતા સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. તેમણે માનતા કહ્યું હતું કે સહકારિતા મંત્રાલય બનાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માનીએ છીએ. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગૃહમંત્રી સાથે સાથે સહકારિતા મંત્રી પણ છે. તેમણે કહ્યું હતું કે મારા માટે સહકારિતા મંત્રી બનવું એ ગર્વની વાત છે. પ્રથમ સહકારિતા સંમેલનમાં ડીજીટલી આઠ કરોડ થી વધારે લોકો જાેડાયા હતા.
આ ઉપરાંત હકારિતા સંમેલનમાં ૩૦ લાખથી વધુ સહકારી સંગઠનોએ ભાગ લીધો હતો. ગુહ મંત્રી અમિત શાહ પોતાના વક્તવ્યમાં બોલ્યા હતા કે ભારતના સંસ્કારોમાં જ સહકારિતા છે, સહકારિતાથી ગરીબો અને પછાતોનો વિકાસ થશે. તેમણે કહ્યું હતું કે સહકારથી જ જનકલ્યાણ શક્ય છે, હવે સહકાર ક્ષેત્રે નવું બળ મળશે. તેમણે કહ્યું હતું કે અમૂલ અને લિજ્જત સહકારિતાના મોટા આયામ છે.
અમારા સ્વભાવમાં સહકાર છે અને સહકારથી સમૃદ્ધિ અમારો નવો મંત્ર છે સાથે તેમણે કહ્યું હતું કે ભારતીયોના સંસ્કારમાં જ સહકારની વૃત્તિ છે. અમૂલ સ્વસહાયતા જૂથનું મોટું ઉદાહરણ છે. લિજ્જતનો કારોબાર ૧૬૦૦ કરોડ જેટલો હોવાનો અંદાજ છે. અને અમૂલ સાથે લગભગ ૩૬ લાખ લોકો સંકળાયેલા હોવાનો અંદાજ છે.
મોદીજીના સહકારીતાના સ્વપ્નને સાકર કરવા માટે પારદર્શિતા લાવવી પડશે એવું ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારનો પક્ષપાત અને સરકારી કર્મચારીઓને આવતી તકલીફોથી હું વાકેફ છું અને તમારા માંથી જ એક છું માટે તમે ચિંતા ન કરો.
પ્રધાન મંત્રી મોદીએ એટલા માટે જ આ મંત્રાલયની સ્થાપન કરી છે કારણ કે બધા નો સર્વસમાવેશક થાય તે ખૂબ જરૂરી છે. તમારી સમસ્યાઓ લખીને આપો અને હું નાનામાં નાની ચિઠ્ઠી પણ વાંચીને તેનું નિવારણ લાવવા પ્રયાસ કરીશ. પ્રધાન મંત્રી મોદીનું સ્વપ્ન છે કે દરેક પરિવારને સમૃદ્ધ બનાવવામાં આવે. ભારતનું સહકારીતા આંદોલન ભારતના આત્મ ર્નિભર ભારતનો નવો અધ્યાય છે.HS