Western Times News

Gujarati News

મોદીના હાઉડી કાર્યક્રમની તૈયારી પૂર્ણઃ ટ્રમ્પ-મોદી એક જ મંચ પર

File Photo

ટેક્સાસના હ્યુસ્ટનમાં યોજાનાર કાર્યક્રમમાં સ્થળ પર ૬૦ હજારથી વધુ લોકો પહોંચશેઃ ટીવી ઉપર કરોડો લોકો નિહાળશેઃ સૌથી ભવ્ય કાર્યક્રમનો ઉત્સાહ

નવી દિલ્હી, અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાઉડી કાર્યક્રમને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કાર્યક્રમને લઇને અમેરિકા અને ભારતમાં અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. ભારતીય લોકો દ્વારા જારદાર નોંધણી કાર્યક્રમમાં બાગ લેવા માટે કરવામાં આવી છે. ટેક્સાસના હ્યુસ્ટન વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાનાર છે. મોદીની અમેરિકાની ઐતિહાસિક અને યાદગાર યાત્રા આજથી શરૂ થઇ રહી છે. આવતીકાલે આ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં મુખ્ય વિશેષતા એ છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજરી આપનાર છે. મોટી મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. હાઉદી મોદી મેગા રેલીમાં અન્ય અમેરિકી અધિકારીઓ હાજર રહેનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારના દિવસે હાઉડી મોદી ઇવેન્ટમાં એક સાથે એક મંચ પર આવનાર છે. બંને દેશોના લોકો આ ક્ષણની રાહ જાઈ રહ્યા છે. દુનિયામાં પ્રથમ વખત બે મોટી લોકશાહીના નેતા એક સાથે રેલી કરનાર છે.

બીજી બાજુ એવા સંકેત મળી રહ્યા છે કે, ટ્રમ્પ પણ આ મોટી રેલીમાં કેટલાક મોટા પગલાની જાહેરાત કરી શકે છે. આ કાર્યક્રમમાં ૫૦૦૦૦થી પણ વધારે ભારતીય સમુદાયના લોકો સામેલ થનાર છે.આ પ્રસંગ એવા સમયે યોજાઈ રહ્યો છે જ્યારે પાકિસ્તાન કાશ્મીરના મોરચા ઉપર જુઠ્ઠાણા ફેલાવવામાં વ્યસ્ત છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ અમેરિકામાં છે ત્યારે આ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. કેલિફોર્નિયાથી વોશિંગ્ટન ડીસી પરત જતી વેળા ટ્રમ્પે પત્રકારોને પ્રશ્ન કર્યો હતો કે, ટેક્સાસમાં રેલી દરમિયાન જ્યારે ભારતીય વડાપ્રધાન સાથે રહેશે ત્યારે કોઇ મોટી જાહેરાત કરનાર છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું હતું કે, આવું શક્ય બની શકે છે. મોદી સાથે તેમના ખુબ સારા સંબંધો રહેલા છે.

જો કે, આ સંદર્ભમાં તેઓએ સ્પષ્ટ વાત કરી ન હતી. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટેક્સાસમાં મોદી અને ટ્રમ્પની મુલાકાત પહેલા બંને દેશોના અધિકારી એક વેપાર સમજૂતિને આખરી ઓપ આપવામાં લાગેલા છે. ટ્રમ્પે આ બાબતની ફરિયાદ કરી હતી કે, અમેરિકી પેદાશો ઉપર ભારત વધારે ચાર્જ લાગૂ કરે છે જેને ચલાવી લેવાશે નહીં. ત્યારબાદ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કારોબારમાં વધારો થયો છે. જૂનમાં અમેરિકાએ ભારતને વધારે મહત્વ આપ્યા વગર જીએસપી વ્યવસ્થાને ખતમ કરી હતી. હવે અમેરિકાના સાંસદો જ કહી રહ્યા છે કે, આ વ્યવસ્થા ફરી શરૂ કરી દેવી જાઇએ. અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો આનાથી વધુ મજબૂત બની શકે છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને ભારતીય ચાહકો ભારે આશાવાદી દેખાઇ રહ્યા છે. મોદીના કાર્યક્રમને લઇને ભારે ઉત્સુકતા દેખાઇ રહ્યો છે. મોદીના કાર્યક્રમ મામલે સઘન સુરક્ષા વ્યવવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ પહોંચનાર છે. જેથી અમેરિકાની તમામ સુરક્ષા સંસ્થાઓ પણ પહોંચનાર છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ આ ગાળા દરમિયાન પાકિસ્તાનમાં રોકાનાર છે. જેથી ચર્ચા વધારે છે મોદી હાઉડી કાર્યક્રમ ઉપરાંત અમેરિકામાં જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લેનાર છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મોદી જારદાર રીતે સંબોધન કરનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.