બાઇડનની મુલાકાત દરમિયાન અનેક ભારતીયો એકઠા થયા, અમેરિકામાં ખીલ્યો ભારતીય નૃત્યનો રંગ

વોશિંગ્ટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાત્રે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડન સાથે મુલાકાત કરી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી આ મુલાકાતની ભારતીય-અમેરિકનો આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. આ પહેલાં બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં મોદીનું સ્વાગત કરી ચૂક્યા છે. કોરોના મહામારીને કારણે આ વખતે વડાપ્રધાનનો કોઈ જાહેર કાર્યક્રમનું આયોજન કરાયું નથી.
એ છતાં ભારતીય મૂળના અનેક લોકો વ્હાઇટ હાઉસ ખાતે એકઠા થયા હતા. દુનિયાના બે મહાન લોકશાહી દેશોના નેતાઓની મુલાકાત બાબતે આ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જાેવા મળ્યો હતો.ટીવી ચેનલો સાથેની વાતચીતમાં કેટલાક લોકોએ કહ્યું હતું કે તેઓ રજા લઈને વોશિંગ્ટન ડીસી આવ્યા હતા.
આ લોકોને આશા હતી કે વડાપ્રધાન મોદી તેમને મળી શકે છે, જાેકે કોવિડ અને પ્રોટોકોલને કારણે આ શક્ય નહોતું, આને કારણે ચોક્કસ નિરાશા હતી. કેટલાક લોકોએ કહ્યું હતું કે તેમણે માત્ર રજા લીધી નથી, પરંતુ તેઓ પરિવાર સાથે લોંગ ડ્રાઈવ લઈને વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા.
વ્હાઇટ હાઉસ પહોંચનારા લોકોમાં કેટલાક બિઝનેસમેન પણ સામેલ હતા. આ લોકોમાં કોરોનાને કારણે તેમના બિઝનેસ પર ભારે અસર પહોંચી છે, પરંતુ આશા એ જ છે કે થોડા સમય બાદ બધું જ પાટા પર પરત ફરશે. કેટલાક નોકરિયાત લોકો પણ આવ્યા હતા. તે લોકોનું કહેવું છે કે જાે તેમને વડાપ્રધાનને મળવાની તક મળી હોત તો તેમણે વિઝા સંબંધિત મુદ્દાઓ પર વાત કરી હોત.
મોટા ભાગના ભારતીય મૂળના લોકો પારંપરિક પોશાકમાં નજરે પડ્યા હતા. ત્યાં ઢોલના ધબકાર સાંભળવા મળ્યા હતા. આ ઉપરાંત ભાંગડા પણ નજરે પડ્યા હતા. ત્યાં ઉત્સવ જેવો માહોલ જામ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે કોરોના સંબંધિત મુશ્કેલીઓ ન હોત તો વડાપ્રધાન સાથે મુલાકાત કરવા જરૂરથી આવત. લગભગ દરેક અમેરિકાના પ્રવાસમાં મોદીનું જાહેર ભાષણ જરૂરથી હોય છે.
એની વ્યવસ્થા ઇન્ડિયન ડાયસ્પોરા જ કરે છે. જાેકે આ વખતે એ શક્ય બન્યું ન હતું. કેટલાક લોકોએ કહ્યું હતું કે ભારત સરકારે વેક્સિનના પુરવઠા અંગે લીધેલા ર્નિણયોથી વિશ્વમાં અને ખાસ કરીને અમેરિકામાં ભારતનું કદ વધ્યું છે. જાેકે આ લોકો આ બાબતે પણ ચિંતિત હોય એવું જણાયું હતું કે ભારતમાં બીજી લહેર દરમિયાન પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ હતી અને ભવિષ્ય માટે સાવધ રહેવું પડશે.HS