તમિલનાડુ: કાર્તિ ચિદંબરમની હાજરીમાં કોંગ્રેસમાં મારામારી, એકબીજા પર ખુરશીઓ ફેંકી
ચેન્નઈ, તમિલનાડુના શિવગંગામાં કોંગ્રેસની બેઠક દરમિયાન જોરદાર હોબાળો મચી ગયો અને એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી. ખાસ વાત એ છે કે બેઠકમાં કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમ પણ હાજર હતા અને તેમની સામે જ કોંગ્રેસી અંદરો-અંદર લડ્યા.
આ બેઠક શિવગંગા જિલ્લા કોંગ્રેસ એકમે બોલાવી હતી જેથી આગામી સ્થાનિક ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી શકે.
બેઠકમાં પાર્ટીના બે જૂથ પહોંચ્યા હતા અને બેઠક શરૂ થવાની સાથે જ આમાં વિવાદ શરૂ થઈ ગયો. ચર્ચાથી શરૂ થયો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો અને પછી એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી. આ મારામારી સાંસદ કાર્તિ ચિદમ્બરમની હાજરીમાં થઈ. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પહોંચી અને કોંગ્રેસીઓને અહીંથી હટાવ્યા.