ગુજરાતના હીરા વેપાર ગ્રૂપના પરિસર પર IT ના દરોડા
નવી દિલ્હી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે કહ્યુ કે ઈનકમ ટેક્સ વિભાગે ગુજરાતના અગ્રણી હીરાના ઉત્પાદક અને નિકાસકારના ત્યાં દરોડા પાડ્યા છે. આ દરમિયાન કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો ખુલાસો થયો છે. 22 અને 23 સપ્ટેમ્બર 2021એ ગ્રૂપના પરિસર પર આ દરોડા પાડવામાં આવ્યા છે. દરોડાની કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે.
ડેટાના પ્રાથમિક મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે જૂથે 518 કરોડની નાની અને પોલિશ્ડ હીરાની ખરીદી અને વેચાણ હિસાબ વગર કરી હતી. આ ગ્રુપ મહારાષ્ટ્રમાં મુંબઈ અને ગુજરાતમાં સુરત, નવસારી, મોરબી અને વાંકાનેરમાં ટાઈલ્સ બનાવવાનો વ્યવસાય પણ ધરાવે છે.
વધુમાં, સીબીડીટીએ નિવેદનમાં જણાવ્યું હતું કે દરોડા દરમિયાન 1.95 કરોડની રોકડ અને દાગીના મળી આવ્યા છે. આ સાથે 8900 કેરેટના હીરા સ્ટોક પણ રિકવર કરવામાં આવ્યા છે. તેની કિંમત 10.98 કરોડ રૂપિયા છે. કેસમાં રિકવર થયેલી આ વસ્તુઓનો કોઈ હિસાબ નથી. એટલું જ નહીં, મોટી સંખ્યામાં ગ્રુપ લોકર પણ ચિહ્નિત કરવામાં આવ્યા છે. ડેટા અનુસાર, છેલ્લા બે વર્ષમાં આ કંપની દ્વારા 189ની ખરીદી અને રૂ. 1040 કરોડનું વેચાણ કરવામાં આવ્યું છે.
આવકવેરા વિભાગ માટે નીતિ બનાવતી સંસ્થાએ જણાવ્યું હતું કે આ જૂથ મોટા પ્રમાણમાં રફ હીરાની આયાત કરી રહ્યું હતું અને તે હોંગકોંગમાં નોંધાયેલી કંપની હેઠળ કાર્યરત હતું. ભારત દ્વારા મોટા હીરાની નિકાસ કરતો હતો, જે અસરકારક રીતે ભારતમાંથી જ નિયંત્રિત અને સંચાલિત થાય છે.