ઓક્ટોબરમાં ૨૧ દિવસ બેન્ક બંધ રહેશે

નવી દિલ્હી, ઓક્ટોબર ૨૦૨૧માં નવરાત્રિ, દશેરા સહિત અનેક તહેવારો છે જેના કારણે સમગ્ર મહિનામાં કુલ ૨૧ દિવસ બેંક બંધ રહેશે. આ મહિનામાં અનેક દિવસ સતત બેંક બંધ રહેવાની છે. ભારતીય રિઝર્વ બેંકે ઓક્ટોબર મહિના માટે અધિકૃત બેંક રજાઓ યાદી જાહેર કરી છે. જે મુજબ ઓક્ટોબર મહિનામાં ૨૧ રજાઓ છે. આ દરમિયાન ભારતના અનેક શહેરોમાં બેંકોમાં સળંગ રજાઓ પણ રહેશે.
અત્રે જણાવવાનું કે આ ૨૧ રજાઓમાં સાપ્તાહિક રજાઓ પણ સામેલ છે. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ રવિવારની સાથે સાથે મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહે છે.
જાે કે અત્રે જણાવવાનું કે દેશભરમાં બધી બેંક ૨૧ દિવસ બંધ રહેશે નહીં. કારણ કે આરબીઆઈ તરફથી જાહેર કરાયેલી રજાઓ કેટલાક પ્રાદેશિક તહેવારો ઉપર પણ ર્નિભર રહે છે. એટલે કે કેટલીક રજાઓ ફક્ત અમૂક રાજ્યો માટે જ હોય છે. બાકીના રાજ્યોમાં બેંકિંગ કાર્ય સામાન્ય રીતે કાર્યરત રહેશે.
એટલું જ નહીં અહીં એ જાણવું પણ તમારા માટે જરૂરી છે કે કેટલાક સ્થળોએ આગામી મહિને બેંક સતત પાંચ દિવસ બંધ રહેવાની છે. આરબીઆઈની યાદી મુજબ ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતી છે. આ કારણસર દેશના અલગ અલગ ભાગોમાં બેંક કામકાજ થશે નહીં.
જ્યારે ૩ ઓક્ટોબરે રવિવારની રજા હશે. ૬ ઓક્ટોબરના રોજ અગરતલા, બેંગલુરુ, કોલકાતામાં મહાલાય અમાસના કારણે બેંક બંધ રહેશે. આ ઉપરાંત મહાસપ્તમી, મહાઅષ્ટમી અને દશેરાના કારણે પણ ઓક્ટોબરમાં બેંકમાં રજા રહેશે. ઓક્ટોબર મહિનાની છેલ્લી રજા ૩૧ તારીખે હશે.
બેન્કોની રજાઓની યાદી
૧ ઓક્ટોબર- ગંગટોકમાં અર્ધવાર્ષિક ક્લોઝિંગ એકાઉન્ટના કારણે કામ પ્રભાવિત રહેશે.
૨ ઓક્ટોબર- મહાત્મા ગાંધી જયંતી (બધા રાજ્યોમાં બેંક બંધ)
૩ ઓક્ટોબર- રવિવારની રજા
૬ ઓક્ટોબર- મહાલયા અમાસ- અગરતલા, બેંગલુરુ, કોલકાતામાં બેંક બંધ
૭ ઓક્ટોબર- મીરા ચોરેલ હોઉબા- ઈમ્ફાલમાં બેંક બંધ
૯ ઓક્ટોબર- શનિવાર (મહિનાનો બીજાે શનિવાર)
૧૦ ઓક્ટોબર- રવિવારની રજા
૧૨ ઓક્ટોબર- દુર્ગા પૂજા (મહા સપ્તમી)- અગરતલા, કોલકાતામાં બેંક બંધ
૧૩ ઓક્ટોબર- દુર્ગા પૂજા (મહા અષ્ટમી)- અગરતલા, ભુવનેશ્વર, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, કોલકાતા, પટણા, રાંચીમાં બેંક બંધ
૧૪ ઓક્ટોબર- દુર્ગા પૂજા અને દશેરા (મહાનવમી)/આયુધ પૂજા- અગરતલા, બેંગલુરુ, ચેન્નાઈ, ગંગટોક, ગુવાહાટી, કાનપુર, કોચ્ચિ, કોલકાતા, લખનઉ, પટણા, રાંચી, શિલોંગ, તિરુવનંતપુરમમાં બેંકો બંધ
૧૫ ઓક્ટોબર- દુર્ગા પૂજા/દશેરા (વિજયાદશમી)- ઈમ્ફાલ અને શિમલાને બાદ કરતા બધે બેંકો બંધ
૧૬ ઓક્ટોબર- દુર્ગાપૂજા (દશૈન)- ગંગટોકમાં બેંક બંધ
૧૭ ઓક્ટોબર- રવિવારની રજા
૧૮ ઓક્ટોબર- કટી બિહુ- ગુવાહાટીમાં બેંક બંધ
૧૯ ઓક્ટોબર- ઈદ એ મિલાદ/ઈદ એ મિલાદુન્નબી/મિલાદ એ શરીફ/ બારાવફાત- અમદાવાદ, બેલાપુર, ભોપાલ, દહેરાદૂન, ચેન્નાઈ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, કાનપુર, કોચ્ચિ, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શ્રીનગર, અને તિરુવનંતપુરમમાં બેંક બંધ
૨૦ ઓક્ટોબર- મહર્ષિ વાલ્મિકીનો જન્મ દિવસ/લક્ષ્મી પૂજા/ઈદ એ મિલાદ- અગરતલા, બેંગલુરુ, ચંડીગઢ, કોલકાતા અને શિમલામાં બેંક બંધ
૨૨ ઓક્ટોબર- ઈદ એ મિલાદ ઉલ નબી બાદનો શુક્રવાર- જમ્મુ અને શ્રીનગરમાં બેંક બંધ
૨૩ ઓક્ટોબર- શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)
૨૪ ઓક્ટોબર- રવિવારની રજા
૨૬ ઓક્ટોબર- વિલય દિવસ- જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ
૩૧ ઓક્ટોબર- રવિવારની રજા ..SSS