Western Times News

Gujarati News

કેટલાક લોકો ત્રાસવાદને રાજકીય હથિયાર બનાવી રહ્યા છે: મોદી

ન્યૂયોર્ક, પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર છે. શુક્રવારના તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડેન સાથે વ્હાઈટ હાઉસમાં દ્વિપક્ષીય ચર્ચા કરી અને ત્યારબાદ QUAD સંમેલનમાં સામેલ થયા. પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં પીએમ મોદીએ કહ્યું, હું તે દેશમાં રહું છું જેને મધર ઓફ ડેમોક્રેસી કહેવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યું- ભારત લોકશાહીની જનની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬માં સત્રમાં પોતાના સંબોધનની શરૂઆત અબ્દુલ્લા શાહિદને રાષ્ટ્રપતિ પદ સંભાળવા બદલ અભિનંદન આપીને કરી હતી.

QUADમાં પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ ૧૦૦ વર્ષોની સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. આ ભયંકર મહામારીમાં જીવ ગુમાવનાર તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું અને પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું.

પીએમ મોદીએ કહ્યું કે, હું તે દેશનું પ્રતિનિધિત્વ કરું છું કે જેને મધર ઓફ ડેમોક્રેસીનું ગૌરવ પ્રાપ્ત છે. લોકશાહીની અમારી હજારો વર્ષોની મહાન પરંપરા રહી છે.

આ ૧૫ મી ઓગસ્ટના રોજ, ભારતે તેની આઝાદીના ૭૫ માં વર્ષમાં પ્રવેશ કર્યો. આપણી વિવિધતા એ જ આમારી મજબૂત લોકશાહીની ઓળખ છે. એક એવો દેશ કે જેમાં ડઝનેક ભાષાઓ, સેંકડો બોલીઓ, રહેવાની જુદી જુદી આદતો, ખાણી-પીણી છે. આ વાઇબ્રન્ટ લોકશાહીનું ઉદાહરણ છે.

\પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂએનજીએમાં કહ્યું કે, સેવા પરમો ધર્મઃ ના અંતર્ગત ભારત વેક્સીનેશન કરી રહ્યું છે. ભારતે દુનિયાની પ્રથમ ડીએનએ આધારીત વેક્સીનનું નિર્માણ કર્યું છે. સાથે જ ફરીથી વેક્સીન એક્સપોર્ટ પણ શરૂ કર્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાની સામે કટ્ટરવાદનો ખતરો વધી રહ્યો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, પ્રગતિવાદી વિચારને આગળ વધારવું જરૂરી બની ગયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું- કોરોના મહામારીએ દુનિયાને શીખવાડ્યું છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધુ વિવિધતાપૂર્ણ બનાવવામાં આવે. તેથી વેશ્વિક મુલ્ય શ્રૃંખલાઓનો વિસ્તાર ખુબજ મહત્વપૂર્ણ છે. અમારું આર્ત્મનિભર ભારત અભિયાન આ ભાવનાથી પ્રેરિત છે.

સ્વતંત્રતાના ૭૫ વર્ષના અવસર પર ભારત ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ૭૫ ઉપગ્રહોને અંતરિક્ષમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદના મુદ્દા પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, આ સુનિશ્ચિત કરવું ઘણું જરૂરી છે કે, અફઘાનિસ્તાનના વિસ્તારનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા અને આતંકવાદી ગતિવિધિઓ માટે ના થાય. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ તીખો પ્રહાર કરતા કહ્યું- તેમને સ્પષ્ટ શબ્દોમાં કહેજાે જેઓ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે, તેમના માટે પણ ખતરો બની રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬ માં સત્રને સંબોધિત કરતા કહ્યું- આપણા મહાસાગરો પણ આપણી સામાન્ય ધરોહર છે, તેથી આપણે ધ્યાનમાં રાખવું જાેઈએ કે આપણે સમુદ્રી સંસાધનોનો ઉપયોગ કરીએ તેનો દુરુપયોગ નહીં. આપણા સમુદ્ર પણ આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે. આપણે તેમને વિસ્તરણ અને બાકાતની દોડમાંથી બચાવવાના છે.

તે જ સમયે, તેમણે કહ્યું, જાે સંયુક્ત રાષ્ટ્રએ પોતાને સંબંધિત રાખવું હોય, તો તેણે તેની અસરકારકતામાં સુધારો કરવો પડશે, તેની વિશ્વસનીયતામાં વધારો કરવો પડશે. યુએન પર આજે ઘણા પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તમને જણાવી દઇએ કે, વર્ષ ૨૦૧૪ માં પીએમ નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ૩૩ મિનિટ ૪૫ સેકન્ડનું સંબોધન કર્યું હતું.

ત્યારે વર્ષ ૨૦૧૫ માં પ્રધાનમંત્રી મોદીએ ૧૯ મિનિટ ૧૩ સેકન્ડ સુધી ભાષણ આપ્યું હતું. વર્ષ ૨૦૧૯ માં પીએમ મોદીએ ૧૬ મિનિટ ૩૮ સેકન્ડ સુધી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. વર્ષ ૨૦૨૦ માં પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ૨૧ મિનિટ સુધી વર્ચ્યુઅલ માધ્યમથી ભાષણ આપ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.