યોગી સરકારમાં નવા મંત્રીઓમાં ૩ OBC, બે દલિત, એક ST અને એક બ્રાહ્મણ

યોગી કેબિનેટનું વિસ્તરણઃ૭ નવા મંત્રીઓનો સમાવેશ
લખનૌ, યોગી સરકારનું બીજી વખત કેબિનેટ વિસ્તરણ થયું છે. ૭ નવા મંત્રીએ શપથ ગ્રહણ કર્યાં છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. અન્ય ૬ રાજ્યમંત્રી બનાવવામાં આવશે. નવા મંત્રીઓમાં ૩ ઓબીસી, બે દલિત, એક એસટી અને એક બ્રાહ્મણ ચહેરો છે.
રાજ્યપાલ આનંદીબેન પટેલે બપોરે ૧૨ઃ૪૫ વાગે ગુજરાતથી લખનઉ પહોંચ્યા હતા. ત્યારબાદ બપોરે ૨ વાગે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. કેબિનેટ વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પક્ષની પ્રથમ પ્રાથમિકતા જાતિના સમીકરણોને ઉકેલવાની છે.
રાજકીય વિશ્લેષકો કહે છે કે ૨૦૧૭ માં પાર્ટીની ઐતિહાસિક જીત પાછળ યુપીનું જાતિગત સમીકરણ હતું. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપને યુપીમાં તમામ જાતિઓનો ટેકો મળ્યો, પાર્ટી સાથીઓ સાથે મળીને ૩૨૫ બેઠકો જીતી હતી. કહેવાય છે કે ભાજપની આ મોટી જીતમાં બિન-યાદવ ર્ંમ્ઝ્રનો મોટો હાથ હતો.
યુપીમાં લગભગ ૪૦% છે અને તેઓ યુપીની રાજનીતિમાં ઘણું મહત્વ ધરાવે છે. દલિત વર્ગો પણ કુલ વસ્તીના લગભગ ૨૧% છે. આ અર્થમાં, તેઓ રાજકારણ ઘણું મહત્વ ધરાવે છે. આ પછી ઉચ્ચ જાતિનો ૨૦% નંબર આવે છે. આમાં મહત્તમ ૧૧% બ્રાહ્મણ, ૬% ઠાકુર અને ૩% કાયસ્થ અને વૈશ્ય છે.
એવું માનવામાં આવે છે કે ભાજપને યાદવ સિવાય પછાત જાતિના મતોની બહુમતી મળી હતી. જાટવ ઉપરાંત મોટી સંખ્યામાં દલિતોએ પણ ભાજપને મત આપ્યો હતો. પણ જે નાના પક્ષો સાથે ભાજપ તેમની આ વોટ બેન્કને પોતાના ખોળામાં લાવ્યું હતું તે હવે કાં તો પક્ષથી દૂર છે અથવા નારાજ છે.
૧૯ માર્ચ ૨૦૧૭એ સરકાર બન્યા બાદ ૨૨ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ઉત્તરપ્રદેશની યોગી સરકારે મંત્રીમંડળ વિસ્તરણ કર્યું હતું. તે સમય દરમિયાન કેબિનેટમાં ૫૬ સભ્યો હતા. કોરોનાને કારણે ત્રણ મંત્રીઓ મૃત્યુ પામ્યા છે. હાલમાં રાજ્યમંત્રી વિજય કુમાર કશ્યપનું અવસાન થયું હતું, જ્યારે પ્રથમ લહેરમાં મંત્રી ચેતન ચૌહાણ અને મંત્રી કમલ રાણી વરુણનું મૃત્યુ થયું હતું.