અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા ઇન્સ્ટિટ્યૂટે સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ સ્ટડીઝ શરૂ કર્યા
· ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તેઓના કર કમલોથી રમતગમતની નવી શાળાનું ઉદ્ઘાટન કર્યું જે ભારતમાં આ પ્રકારની જૂજ શાળાઓ પૈકી ની એક છે
અમદાવાદઃ રમતગમતની ઇકોસિસ્ટમના વિકાસ ટ્રાન્સસ્ટેડિયા ઇન્સ્ટિટ્યૂટે સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ સ્ટડીઝ શરૂ કરી છે. રમતગમત માટેની તેની પ્રકારની શાળાનું ઉદ્ઘાટન માનનીય ગૃહ, આપત્તિ વ્યવસ્થાપન, પોલીસ આવાસ મંત્રી, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત, એનઆરઆઈ મંત્રીશ્રી શ્રી હર્ષ સંઘવીએ તા. ૨૩/૦૯/૨૦૨૧ના રોજ તેઓશ્રીના કર કમલોથી કર્યું હતું.
આમ ટ્રાન્સસ્ટેડિયા એ રમતગમત (Sportainment) ના ક્ષેત્રમાં વેલનેસ, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા નવા ક્ષેત્રોમાં પદાપર્ણન કરીને નવી પહેલ કરી છે. માન. મંત્રીશ્રી એ જણાવ્યુ હતું કે “ગુજરાત સરકાર ગુજરાતમાં રમતગમત ના ક્ષેત્રમાં ઇકોસિસ્ટમ વિકસાવવા તરફ ખૂબ અગ્રતા આપે છે.
હું એકા અરેના – ટ્રાન્સસ્ટેડિયા (EKA Arena by TransStadia ) ની મુલાકાત લઈને તથા પીપીપી મોડ તરીકે ની રમતગમત, મનોરંજન, હોસ્પિટાલિટી, ટેલેન્ટ ડેવલપમેન્ટ ની બાબતો જોઈને ખૂબ જ ખુશ છું. રમતગમતના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમને ભવિષ્યમાં શુભેચ્છા પાઠવી. ટ્રાન્સસ્ટેડિયા આ પહેલ દ્વારા રમતગમત ઇકોસિસ્ટમ વિકસાવી રહ્યું છે અને તે ઉપરાન્ત હવે શિક્ષણમાં પણ વિસ્તરણ કરી રહ્યું છે, વિવિધ શાખાઓમાં તાલીમ આપી રહ્યું છે.”
અમારી પાસે યુવાનોમાં ઘણી આશાસ્પદ પ્રતિભા છે અને આ પહેલ રમતમાં શિક્ષણને સહયોગી રીતે કામ કરવામાં મદદ કરશે. ટ્રાન્સસ્ટેડિયા એ ગુજરાત શ્રી સાથેનો પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ- Public Private Partnership ) પ્રોજેક્ટ છે. આ પ્રોજેકટ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. આ દ્વારા માત્ર રમતગમતની ઇકોસિસ્ટમ જ વિકસિત થતી નથી પણ હવે શિક્ષણમાં પણ વિસ્તરણ કરી રહી છે અને વિવિધ શાખાઓમાં તાલીમ આપી રહી છે.
ટ્રાન્સસ્ટેડિયા ઇન્સ્ટિટ્યુટ ખાતે સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ સ્ટડીઝ દ્વારા રમતની ટીમના સભ્યોને તેમની પસંદ કરેલી રમતમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા વિશિષ્ટ શિક્ષણ પૂરૂ પાડવામાં આવશે. અને તે વ્યક્તિને પોતાના રમતના ક્ષેત્રમાં નિપુણતા મેળવવામાં જરૂરી છે.
અહી રમતગમતના વ્યવસાય, વ્યૂહરચના, શાસન, સંચાલન, માર્કેટિંગ અને બીજા વિષયોનો સમાવેશ થાય છે. પર ધ્યાન કેન્દ્રિત કરે છે, નવી શિક્ષણ નીતિ, અભ્યાસક્રમની વિવિધ શાખાઓને સાથે શીખવાની બાબતને પ્રોત્સાહિત કરે છે અને વિવિધ વિષયો સાથે રમત પ્રત્યે એક ખાસ જોડાણનો અભિગમ ધરાવે છે.
અમારું કેમ્પસ ૯.૨ એકરના વિસ્તારમાં અને ૧૪૦ મિલિયન ચો.ફૂટના બાંધકામ સાથે અમદાવાદમાં કાંકરિયા તળાવના કિનારે તૈયાર કરવામાં આવેલ છે. આ ફિફા (Federation Internationale de Football Association) ના સ્ટાન્ડર્ડ મુજબની ફૂટબોલ પિચ છે. અહી પાંચમા માળે કેન્ટીલેવર્ડ સ્વિમિંગ પૂલ છે.
સંમેલનો અને મેચો માટે એક મોટો પીલર વગરનો ઇન્ડોર હોલ તથા રેસ્ટોરન્ટ, કાફે, એક સંપૂર્ણ સજ્જ જિમ, બોડી ટ્રાન્સફોર્મેશન સેન્ટર અને તમામ અન્ય સુવિધાઓ છે કે જે શૈક્ષણિક સંસ્થામાં ઓફર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની ઓને આ તમામ સવલતોની સંપૂર્ણ ઉપલબ્ધ હશે.
સ્કૂલ ઓફ સ્પોર્ટસ સ્ટડીઝ દ્વારા શરૂ કરવાના કોર્સ –
સુખાકારી માટે માનસશાસ્ત્ર સર્ટીફીકેટ કોર્સ: રમત કઠોર છે. તે શરીરની જેમ મનની પણ રમત છે. હવે રમતગમત ઉદ્યોગ વધુને વધુ માનસિક સુખાકારીના મહત્વની હિમાયત કરી રહ્યો છે. રમતો ઉપરાંત, માનસિક સુખાકારીથી સામાન્ય રીતે, વધતી અનુકૂલનક્ષમતા જોવા મળી છે. આ કોર્સ માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીની બાબતોને ને ટેકો આપવા અને પ્રેરિત કરવા માટે રચાયેલ છે. આ સર્ટિફિકેટ કોર્સ વિવિધ બેકગ્રાઉન્ડ ધરાવતતે વ્યક્તિઓને આવકારે છે અને તેમને સ્વસ્થ જીવન માટે માનસિક કસરત અને રમત અપનાવવા સક્ષમ બનાવે છે.
સ્પોર્ટ્સ મીડિયા અને કોમ્યુનિકેશન સર્ટીફીકેટ કોર્સ: સ્પોર્ટ્સ સેક્ટરમાં ખાસ કરીને મીડિયા અને કોમ્યુનિકેશનમાં ટેલેન્ટના વિકાસની વિશાળ તકો છે. મીડિયા નેટવર્કની સમજ આપે અને વિશ્વના ક્ષેત્રનો પરિચય કરાવે તે રીતે આ કોર્સ સ્પોર્ટ્સ મીડિયા, જર્નાલિઝમ, બ્રોડકાસ્ટિંગ બનાવવામાં આવેલ છે. આ કોર્સ માધ્યમો અને સંદેશાવ્યવહારના નાણાકીયકરણ ની ભૂમિકાને સમજવાની તક આપે છે.
સ્પોર્ટ્સ ટેકનોલોજી સર્ટીફીકેટ કોર્સ: ટેકનોલોજીએ વિવિધ ક્ષેત્રોમાં સ્માર્ટ રીતે માર્ગ કંડાર્યો છે. સ્પોર્ટ્સમાં ટેકનોલોજીના એકીકરણને કારણે સ્પોર્ટ્સ ટેકનોલોજી પ્રથાઓની માંગ વધી છે. આ ટૂંકા ગાળા આ સર્ટિફિકેટ પ્રોગ્રામ, વિવિધ ટેકનોલોજી પ્રથાઓ અને રમતગમતમાં તેની વૈશ્વિક એપ્લિકેશન સાથે રમતના ઉત્સાહીઓને કુશળ બનાવવા માટે રચાયેલ છે. સ્પોર્ટ્સ ટેકનોલોજી પ્રેક્ટિસની મૂળભૂત બાબતોને સમજવાની સાથે, આ કોર્સના સહભાગીઓ TransStadia Education & Research Foundation (TERF- ટર્ફ ) ખાતે સ્પોર્ટ્સ ટેકનોલોજીમાં વિશિષ્ટ પૂર્ણ-સમયની ડિગ્રી પણ ચાલુ રાખી શકે છે.
કોચ વિકાસ સર્ટીફીકેટ કોર્સ: કોચની ક્ષમતા અને મહત્વની કુશળતા છે કારણ કે તે વ્યક્તિના જ્ઞાન અને અનુભવને પરિણામમાં પરીવર્તિત કરે છે. કોર્સમાં સ્કીલ અને ટેકનીકલ જ્ઞાન ના વિકાસ માટે આ કોર્સ તૈયાર કરેલ છે. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય કક્ષાના ફેકલ્ટી દ્વારા વૈશ્વિક પદ્ધતિઓ તરફ નવા દ્રષ્ટિકોણ આપે છે, અને તેથી સહભાગીઓ વધુ સારા નેતાઓ, સંચાલકો અને રોલ મોડેલ તરીકે ઉભરી શકે છે. મિશ્રિત શિક્ષણ મોડેલ સહભાગીઓને આ પ્રોગ્રામને દૂરના સ્થળેથી અને તેમની અનુકૂળ ગતિએ પૂર્ણ કરવાની સવલત આપે છે.
એકેડેમીના પ્રમુખ શ્રી આદિલ સુમરીવાલા, OLY, (ઓલેંપિક ગેમમાં ભાગ લીધેલ છે) ને લાગે છે કે, “અમે અનુભવી રમત વ્યાવસાયિકોને રમત અને સંલગ્ન ઉદ્યોગોમાં ઉંડી અસર કરવાના સાધનો પૂરા પાડવાની અજોડ તક પૂરી પાડીએ છીએ. એક સ્પોર્ટસપર્સનને ખૂબ જ ચોક્કસ પ્રકારની ટીમ અને પ્રશિક્ષિત, વ્યાવસાયિકોની જરૂર હોય છે. તેને જ અમે અમારા વિવિધ કાર્યક્રમો દ્વારા અમારા વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. રમતગમત ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે, અને તે જરૂરી છે કે અમે સારી રીતે પ્રશિક્ષિત વ્યાવસાયિકો મોકલવાણી નેમ રાખીએ છીએ અને તે પછી ઉદ્યોગને આગલા સ્તર પર લઈ જશે.”
આ સંસ્થા વ્યાવસાયિકો માટે એક્ઝિક્યુટિવ શિક્ષણ ના સર્ટીફીકેટ કોર્સ પૂરા પાડશે તેમજ આ ક્ષેત્રમાં અસરને મજબૂત અને ટકાવી રાખવા માટે કૌશલ્ય કાર્યક્રમો માટે સંચાલકીય તાલીમ કાર્યક્રમો પણ ચલાવશે.
ટ્રાન્સસ્ટેડિયા એક 360 ° સ્પોર્ટ્સ કંપની છે જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ ટેકનોલોજી, સ્પોર્ટ્સ એકેડેમી, સ્પોર્ટ્સ એડવાઇઝરી અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ એન્ડ રાઇટ્સ મેનેજમેન્ટમાં રોકાણ કરે છે. ટ્રાન્સસ્ટેડિયાની સ્થાપના એક નિશ્ચિત માન્યતા સાથે કરવામાં આવી છે કે રમતને તમામ લોકો માટે સુલભ બનાવવાથી ભારત રમતના ક્ષેત્રમાં વૈશ્વિક અગ્રણીઓમાં ઉભરી શકે છે.
સને ૨૦૦૮ માં, કંપનીએ માનનીય પ્રધાનમંત્રીશ્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ “રમત બધા માટે “ નો નવો એક વિચાર રજૂ કરીને એક સીમાચિહ્નરૂપ ક્રાંતિની શરૂઆત કરી છે. સ્પોર્ટ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેનું આ હબ-એન્ડ-સ્પોક મોડલ( Hub and Spoke Model)
અમદાવાદ શહેરમાં અત્યાધુનિક બહુહેતુક, બહુ-રમત અને સામાજિક સંડોવણીના માળખાના વિકાસ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. રમત, મનોરંજન, આતિથ્ય અને પ્રતિભા વિકાસના તમામ પાસાઓને આવરી લેતો આ પ્રોજેક્ટ કંપનીને અગ્રણી અને સીમાચિહ્ન જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી- Public Private Partnership ) હેઠળ શરૂ કરવામાં આવેલ છે.
ત્યારથી, તેના મૂળમાં સધ્ધર માળખાકીય વ્યવસાય સાથે, ટ્રાન્સસ્ટેડિયા પ્રોજેકટ કૂદકે ને ભૂસકે વધ્યો છે અને આજે દેશમાં રમત વ્યવસાયને વિકસાવવા માટે આદર્શ તરીક રજૂ કરેલ છે.
અમારી સ્થામાં, અમારું લક્ષ્ય વિવિધ પૃષ્ઠભૂમિના યુવાનોનું મૂલ્યાંકન કરવાનું અને સલાહ આપવાનું અને તેમને આકર્ષક અને ટકાઉ કારકિર્દી માટે તાલીમ આપવાનું છે. અમે 360 ડિગ્રી શૈક્ષણિક અનુભવ પ્રદાન કરીએ છીએ જે અમારા વિદ્યાર્થીઓને તેમની વૃદ્ધિ અને કારકિર્દીના સીમાચિહ્નો સફળતાપૂર્વક હાંસલ કરવામાં સક્ષમ બનાવે છે.
પ્રતિષ્ઠિત ભારતીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓ સાથેના અમારા સહયોગથી અમે યુવાનોને કુશળતાના ક્ષેત્રોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, અને વિવિધ ક્ષેત્રોમાં વિવિધ કાર્યક્રમોની વિશાળ શ્રેણી ઓફર કરીએ છીએ.
અમદાવાદ શહેરના મધ્યમાં, એક પ્રકારનાં વાઇબ્રન્ટ કેમ્પસમાં લાભદાયી અને મૂલ્યવાન શિક્ષણનો અનુભવ કરો. તે એક અસાધારણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું કેમ્પસ છે જે વિદ્યાર્થીઓને તેની વિવિધ સુવિધાઓ અને બહુહેતુક જગ્યાઓ સાથે ખૂબ વિશાળ અનુભવ પ્રદાન કરે છે.