મુંબઈઃ માત્ર બે દિવસની અંદર કુલ ૧૭ ફિલ્મો રિલીઝ થશે

મુંબઈ, કોરોના મહામારીની બીજી લહેર નબળી પડવાની સાથે જ દેશના મોટાભાગના રાજ્યોમાં રાહતની સ્થિતિ જાેવા મળી રહી છે. આ દરમિયાન લાંબા સમયથી બંધ પડેલા થિયેટરને ખોલવાના આદેશ પણ રાજ્ય સરકારો આપી રહી છે. એની સાથે બોલીવુડ પણ અનેક ફિલ્મોને સિનેમાઘરોમાં રિલીઝ કરવાની રાહ જાેઇને બેઠુ હોય એમ ધડાધડ રિલીઝ ડેટ જાહેર કરી રહ્યું છે.
૨૫ સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં સિનેમાઘરોને ખોલવાની જાહેરાત કરી હતી. ત્યારથી માત્ર બે દિવસની અંદર કુલ ૧૭ ફિલ્મોની રિલીઝ ડેટ સામે આવી ચૂકી છે. હવે કેજીએફ-૨, રક્ષા બંધન અને ચંદીગઢ કરે આશિકીની રિલીઝ ડેટ સામે આવી છે. સુપર-ડુપર હિટ ફિલ્મ કેજીએફ-૧ના સિક્વલની રાહ જાેઇ રહેલા ચાહકો માટે કેજીએફ-૨ની રિલીઝ ડેટ સામે આવી છે.
પ્રશાંત નીલના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ ૧૪ એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મ પહેલા પણ આ ડેટ પર રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીને લીધે રોકી દેવામાં આવી હતી. હવે આગામી વર્ષે આજ તારીખે ફિલ્મ રિલીઝ કરવામાં આવી રહી છે.
કેજીએફ-૨મામ યશ, સંજય દત્ત, પ્રકાશ રાજ, માલવિકા અવિનાશ, રવીના ટંડન અને શ્રીનિધિ શેટ્ટી જાેવા મળશે. અક્ષય કુમારની ચોથી ફિલ્મ રિલીજ થવાની જાહેરાત કરી દેવામાં આવી છે. સૂર્યવંશી, પૃથ્વીરાજ, બચ્ચન પાંડે અને હવે રક્ષા બંધનની રિલીઝ ડેટ સામે આવી છે.
આ ફિલ્મ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨એ રિલીઝ થશે. આ સાથે આયુષ્માન ખુરાના અને વાણી કપૂરની ફિલ્મ ચંદીગઢ કરે આશિકીની રિલીઝ ડેટ સામે આવી છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં ૧૦ ડિસેમ્બરે રિલીઝ થશે. આ રોમેન્ટિક-ડ્રામા ફિલ્મનું શૂટિંગ મહામારીના પ્રકોપ વચ્ચે ઓક્ટોબરમાં શરુ કરાયું હતું અને આશરે ૪૮ દિવસમાં ફિલ્મ પૂરી કરી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને લીધે દેશભરમાં થિયેટર્સ સહિત રેસ્ટોરેન્ટ અને તમામ જાહેર સ્થળો બંધ રાખવાનો ર્નિણય લેવાયો હતો જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકબીજાના સંપર્કમાં આવવાની સંભાવના રહેતી હતી. જાેકે અન્ય રાજ્યોની સરખામણીએ મહારાષ્ટ્ર અને કેરળમાં વધુ કેસ હોવાને લીધે અહીં નિયમોમાં હળવાશ આપવામાં વધુ સમય લાગ્યો છે.SSS