માતા અને પિતા બે વર્ષના ટિ્વન્સને રાખવા તૈયાર નથી
અમદાવાદ, આજના સમયને કળિયુગ એમ જ નથી કહેવાતો. રોજ એવી ઘટનાઓ સામે આવતી રહે છે જેના વિશે જાણીને ભલભલાનું કાળજું કંપી જાય. હાઈકોર્ટ સમક્ષ આવો જ એક કેસ આવ્યો છે. જેમાં બે વર્ષના ટિ્વન્સ (અર્શિયા અને અમાન)ને રાખવા માટે ખુદ તેમના માતાપિતા જ તૈયાર નથી! કેસની સુનાવણી દરમિયાન માતાએ કહ્યું કે, બાળકોના લીધે બીજા લગ્ન થતાં નથી માત્ર કસ્ટડી પતિને સોંપવા માગે છે.
જ્યારે આ બાળકોના પિતાનું કહેવું છે કે, તેમનો અકસ્માત થયો હોવાથી બાળકોની કસ્ટડી નહીં લઈ શકે. માતાપિતાનું આ વલણ જાેઈને હાઈકોર્ટને પણ ઝટકો લાગ્યો હતો. અત્યાર સુધી એવા કેસ સામે આવ્યા છે જ્યાં માતાપિતા બાળકોની કસ્ટડી માટે લડતાં હોય પરંતુ અહીં તો બેમાંથી એકેય પોતાના જ અંશને રાખવા તૈયાર નથી. અહેવાલ પ્રમાણે, જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ ર્નિઝર દેસાઈની ખંડપીઠે આ કેસમાં ટકોર કરતાં કહ્યું, પિતાને ટિ્વન્સની કસ્ટડી લેવી નથી અને માતાને રાખવી નથી. આમાં નિર્દોષ બાળકોનો શું વાંક? એમનું હવે શું થશે? કોર્ટે બાળકોના પિતાનો પક્ષ જાણવા માટે તેમને નોટિસ પાઠવી છે. અમદાવાદના મુસ્લિમ કુટુંબનો આ કિસ્સો છે.
જેમાં પતિ-પત્ની વચ્ચે લગ્ન બાદ કંકાસ શરૂ થતાં સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થઈ હતી. સમાધાનના ભાગરૂપે પતિએ પત્નીને ટ્રિપલ તલાક આપ્યા હતા. જે મુસ્લિમ મહિલાઓ માટેના નવા કાયદામાં નિષેધ છે. લેખિત, મૌખિક કે ઈલેક્ટ્રોનિક ઉપકરણના માધ્યમથી તલાક ગેરકાયદે છે. આ કેસમાં પણ એવું સામે આવ્યું હતું કે, જુદા થયા બાદ દોઢ વર્ષના ટિ્વન્સને પિતા બળજબરીથી લઈ ગયો હતો.
તેથી માતાએ ૧૮-૮-૨૦૨૦ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ હેબિયસ કોર્પસ કરીને ટિ્વન્સની કસ્ટડી માગી હતી. હેબિયસ કોર્પસમાં પિતા તરફથી કોર્ટને જણાવાયું હતું કે, બાળકોની કસ્ટડી મારી પાસે રાખવાનો ર્નિણય સમજૂતી થયો હતો.
મારી પત્ની બીજા લગ્ન કરે તેવી શક્યતા પણ છે.’ જાેકે, પત્નીએ એ સમયે કોર્ટમાં કહ્યું હતું કે, ‘હું બીજા લગ્ન નથી કરવાની.’ આ તથ્યોના આધારે હાઈકોર્ટે બાળકોના હિતમાં પતિ-પત્ની વચ્ચે સમાધાન થાય તે માટે પ્રયત્ન હાથ ધર્યા હતા. સાથે જ આદેશ કર્યો હતો કે, ‘પતિ-પત્ની વચ્ચે સમાધાન થાય તેવા પ્રયત્નો ચાલુ રાખવા પડશે. ત્યાં સુધી બાળકોની કસ્ટડી માતા જાેડે રહેશે અને પિતા ૧૫ દિવસમાં એકવાર તેમને ત્રણ કલાક માટે મળી શકશે.
જાે માતા બીજા લગ્ન કરી લે અને પિતાએ બીજા લગ્ન ના કર્યા હોય તો પિતા ફેમિલી કોર્ટ સમક્ષ અરજી કરીને બાળકોની કસ્ટડી માગી શકે છે. હવે બાળકોની માતાએ કોર્ટમાં ફરીથી અરજી કરીને કહ્યું છે કે, તે બીજા લગ્ન કરવા માગતી હોવાથી બાળકોની કસ્ટડી પિતાને સોંપવાનો આદેશ કરવામાં આવે છે.
જાેકે, પિતાએ પણ સ્પષ્ટ તૈયારી દર્શાવી નથી. તેથી કોર્ટે પિતાને નોટિસ ફટકારીને તેમનો પક્ષ કોર્ટને જણાવાનો આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી પહેલી ઓક્ટોબરે મુલતવી રાખવામાં આવી છે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કેટલીક માર્મિક ટકોર કરી હતી.
માતા બાળકોની કસ્ટડી સોંપી દેવા માગે છે, પિતા લેવા નથી માગતો તો પછી નિર્દોષ બાળકો ક્યાં જાય? બે વર્ષના ટિ્વન્સને કઈ રીતે માતાને સોંપી શકાય? માતા જેની સાથે લગ્ન કરવા માગે છે તે વ્યક્તિ બાળકોને સાથે રાખવા તૈયાર ન હોય તો માતા એવા વ્યક્તિ સાથે લગ્ન જ શું કામ કરવા માગે છે જે એના બાળકો વિશે વિચારતો નથી? અમે બાળકોના પિતાને બોલાવીશું અને પૂછીશું.
અમે કોઈ સંબંધીને કસ્ટડી આપવા આદેશ કરી શકીએ નહીં. બાળકો કાં તો માતાપિતા પાસે જાય અથવા જુવેનાઈલ જસ્ટિસ વેલફેર કમિટી સમક્ષ મૂકવામાં આવે. માતા તરફથી કોર્ટને જણાવાયું હતું કે, ‘અમે બાળકોના પિતાને જૂનમાં એક નોટિસ મોકલી હતી. પરંતુ ત્રણ મહિના થયા છતાંય બાળકોની કસ્ટડી માટે કોર્ટના આદેશ મુજબ ફેમિલી કોર્ટમાં અરજી નથી કરતો. હવે માતા બીજા લગ્ન કરવા માગે છે પરંતુ એને જેટલા પણ માગા આવે છે એ બાળકોના લીધે લગ્નની ના પાડી દે છે.
જાેકે માતા બાળકોને નિરાધાર છોડવા નથી માગતી. તેથી જ પિતાને કોર્ટ નોટિસ પાઠવીને તેનો પક્ષ જાણી લે. જાે એ ઈનકાર કરશે તો માતા બાળકોને રાખશે.’ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, ‘તો પછી લગ્નનું શું થશે?’ ત્યારે માતાએ રજૂઆત કરી હતી કે, ‘તેનો કોઈ રસ્તો કાઢવામાં આવશે.’SSS