બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલની અછત, ૯૦ ટકા ફ્યુલ સ્ટેશન સદંતર ખાલી

લંડન, બ્રિટનમાં સૌથી મોટી સમસ્યા સર્જાઈ છે, અંગ્રેજાેના દેશમાં પેટ્રોલની અછત ચાલી રહી છે, દેશના અંદાજીત પેટ્રોલ પંપ સુકાઈ ગયા છે, જ્યાં પેટ્રોલ મળી રહ્યું છે ત્યાં લોકોની બહોળી ભીડ જાેવા મળી રહી છે, જેને કાબુમાં કરવી મુશ્કેલ પડી રહી છે, હાલત બદ્થી બદ્દતર બન્યા છે, પરિસ્થિતિ તો એવી આવી ગઈ છે કે પ્રધાનમંત્રી બોરિસ જાેનસન સેનાની મદદ લેવા પર વિચાર કરી રહ્યા છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ પંપ પર સેનાના જવાનોને તૈનાત કરવામાં આવશે. જેથી કરીને લોકોને બેકાબૂ થતા રોકી શકાય.
એક રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં જ બ્રિટેનમાં પેટ્રોલની ભારે અછત સર્જાઈ છે. અંદાજીત ૯૦% ફ્યુલ સ્ટેશન ખાલી થઈ ગયા છે. લોકો ઘબરાઈ ગયા છે, અને વધુમાં વધુ પેટ્રોલ ખરીદવા માટે આમ તેમ દોડી રહ્યા છે. પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી છે. જે પેટ્રોલ પંપો પર સપ્લાઈ ચાલુ છે, ત્યાં તો મારામારી જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. લોકોને કાબુમાં કરવા માટે પોલીસના પણ પરસેવા છૂટી ગયા છે.
બ્રિટેનમાં પેટ્રોલની અછત બ્રેક્ઝિટ સહિત ઘણા કારણો છે, પરંતુ મોટું કારણ છે કે ટ્રક ડ્રાઈવરોની અછત છે. આ અછતને કારણે સપ્લાઈ ચેન બહોળા પ્રમાણમાં અસર થઈ છે. જેની અસર પેટ્રોલ પંપ પર એ જાેવા મળી છે કે રિફાઈનરીથી પેટ્રોલ પંપ સુધી પેટ્રોલ પહોંચી નથી રહ્યું, અને લોકો પરેશાન થઈ રહ્યા છે. સમગર બ્રિટેનમાં અંદાજીત એક જેવું દ્રશ્ય સર્જાયું છે. ફ્યુલ સ્ટેશનો પર વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી છે, લોકો એક બીજા સાથે ઝગડો કરી રહ્યા છે.HS