Western Times News

Gujarati News

બોગસ દસ્તાવેજાેનાં આધારે જમીન હડપ કરવાનાં આક્ષેપ સાથેની ફરીયાદ

જાણીતા ઉદ્યોગપતિઅએ નોંધાવેલી ફરિયાદ

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં જાણીતા વેપારી અને વાડીલાલ આઈસ્ક્રીમનાં માલિક દેવાંશુભાઈ ગાંધીએ સોલા પોલીસ સ્ટેશનમાં જમીન મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

દેવાશુંભાઈ ગાંધીએ ગોતા ગામની સીમમાં આવેલી કેટલીક જમીન સોમાભાઈ હાથીભાઈ પટેલ પાસેથી વેચાણે લીધી હતી. અને પોતાનાં પરીવારનાં નામે કરાવી હતી. તથા દસ્તાવેજનાં સોમાભાઈ તથા તેમનાં પરીવારની સહીઓ લીધી હતી. વર્ષ ૨૦૧૦ના સોમાભાઈનું અવસાન થયા બાદ તેમનો વારસદારો (૧) મેનાબેન પટેલ (૨) ભીખીબેન (૩) બળદેવભાઈ (૪) મંજુલાબેન (૫) પ્રવિણભાઈ (૬) દિનેશભાઈએ જમીનમાં ખોટી રીતે વારસાઈની નોંધ કરાવી હતી. અને રેવન્યુ રેકોર્ડમાં નોંધ પડાવી હતી.

જે અંગે દેવાંશુભાઈએ વાંધો લીધો હતો. બાદમાં આરોપીઓએ નોટરાઈઝ વીલ મિલકત વેચણીનાં કરારનાં ખોટા દસ્તાવેજાે રજુ કર્યા હતા. જે પ્રાઈવેટ હસ્તાક્ષરનાં અભિપ્રાયમાં પણ મૃતક સોમાભાઈની ખોટી સહીઓ વાળા અને ઊપજાી કાઢેલા હોવાના સાબિત થયા હતા. જેને પગલે દેવાંશુભાઈએ મૃતક સોમાભાઈ પટેલનાં પરીવારનાં દસ સભ્યો વિરૂદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. સોલા પોલીસે આ અંગે કાર્યવાહી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.