કોરોનાની બીજી લહેરમાં વેપારીઓએ લૂંટ ચલાવી

નવી દિલ્હી, કોરોનાની બીજી લહેર દરમિયાન દવા દુકાનદારોથી માંડીને એમ્બ્યુલન્સ ચાલકો અને પ્રાઈવેટ લેબના સંચાલકોએ કઈ હદે લોકોને લૂંટ્યા હતા તેનો એક ચોંકાવનારો ખુલાસો એક સર્વે દરમિયાન થયો છે. આ સર્વે કોમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલ દ્વારા કરવામાં આવ્યો હતો અને જેમાં દેશના ૩૮૯ જિલ્લાના ૩૮૦૦૦ લોકો સાથે વાત કરવામાં આવી હતી. કોરોનાની બીજી લહેર દરમિયાન તેમને થયેલા અનુભવ અંગે જાણકારી મેળવવામાં આવી હતી.
લોકલ સર્કલનુ કહેવુ છે કે, સર્વેના જે તારો છે તે ચોંકાવનારા છે.કારણકે આ દરમિયાન જેમને જે રીતે તક મળી તે રીતે લોકોને લૂંટ્યા હતા. કોવિડના દર્દીઓના પરિવારજનો પાસેથી ઓક્સીમીટર, ઓક્સિજન, ઓક્સિજન કોન્સન્ટ્રેટરના દુકાનદારોએ નક્કી કરેલી કિંમતથી ૩૦૦ થી ૪૦૦ ગણા ભાવ વસુલ કર્યા હતા. જેમ કે ઓક્સિજન કોન્સ્નટ્રેટર ૩૫૦૦૦ રૂપિયાનુ આવે છે અને લોકોએ તેના માટે એક લાખ રૂપિયા પણ આપવા પડ્યા હતા.
બસોથી ત્રણસો રૂપિયાના ઓક્સિમીટર માટે દુકાનદારોએ દોઢ હજારથી ત્રણ હજાર રૂપિયા વસુલ કર્યા હતા. ૧૪ ટકા લોકોએ જાેકે એમ પણ કહ્યુ હતુ કે, અમને જે એમઆરપી હતી તેના કરતા પણ ઓછા ભાવે અમને આ ઉપકરણો મળ્યા હતા.
આ સર્વેમાં કહેવાયુ છે કે, સૌથી વધારે લૂંટ એમ્બ્યુલન્સ માટે થઈ હતી. પચાસ ટકા લોકોએ કહ્યુ હતુ કે, નિયત ભાડા કરતા ૫૦૦ ગણુ ભાડુ વસુલવામાં આવ્યુ હતુ. આ જ રીતે ૫૦ ટકા લોકોએ કહ્યુ હતુ કે, દવાઓ માટે દુકાનદારોએ મનમાની કરીને મનફાવે તેવા ભાવ વસુલ્યા હતા.
કેટલાક કિસ્સાઓમાં રેમડિસિવિર અને ફેબી ફ્લુ માટે ૧૦ ગણી વધારે રકમ વસુલવામાં આવી હતી. આરટીપીસીઆર ટેસ્ટ માટે પણ લૂંટ ચલાવવામાં આવી હોવાનુ ૧૩ ટકા લોકોએ કહ્યુ હતુ. જાેકે સર્વેમાં નવ ટકા લોકોએ એમ પણ કહ્યુ હતુ કે, સરકારી હોસ્પિટલમાં કોઈ ચાર્જ વસુલવામાં આવ્યો નહોતો.SSS