Western Times News

Gujarati News

કોવિડની ત્રીજી વેવ અટકાવવા સરકાર ૧૦૦ ટકા રસીકરણ પર વિશેષ ભાર મૂકી રહી છે: આરોગ્ય મંત્રી

ગાંધીનગર, કોરોના રસીકરણ સંદર્ભે વિધાનસભાગૃહમાં પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું કે, કોવિડ-૧૯ રસીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી આગળ છે જે ગૌરવની વાત છે.

કોવિડ-૧૯થી રાજ્યના નાગરિકોને સુરક્ષિત કરવાના શુદ્ધ આશય સાથે તથા કોવિડની ત્રીજી વેવને અટકાવવા માટે રાજ્ય સરકાર ૧૦૦ ટકા રસીકરણ ઉપર સવિશેષ ભાર મૂકી કોરોના રસીકરણમાં વંચિત રહી ગયેલા નાગરિકો માટે સ્પેશિયલ ડ્રાઇવ/સેશનનું આયોજન કરી રહી છે.

મંત્રી પટેલે ઉમેર્યું કે, આરોગ્ય વિભાગ માત્ર દિવસ દરમિયાન જ નહીં પરંતુ વંચિતોને રસી આપવા માટે રાત્રી સેશનનું પણ આયોજન કરીને ૧૦૦ ટકા રસીકરણના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા કામગીરી કરી રહી છે. તાજેતરમાં જખૌ બંદરે દરિયામાં જઈને ૩૫થી વધુ નાગરિકોને રસીકરણ કર્યું છે.

મંત્રી પટેલે કહ્યુ કે, એક પણ રસી નિયત તાપમાનને અભાવે બગડે નહીં તે માટે કોલ્ડ ચેઇન સ્ટોર, રેફ્રીજરેટર, આઈસ લાઈનર, ડીપ ફ્રીઝ અને કોલ્ડ બોક્સ સહિતની સુદ્રઢ વ્યવસ્થા રાજ્યભરમાં ઉપલબ્ધ છે.

કોલ્ડ ચેઈન વેક્સિન લોજિસ્ટિકની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચત કરવા તાલીમબદ્ધ વેક્સિન કોલ્ડ ચેઈન હેન્ડલરની એક્સપર્ટ ટીમ કાર્યરત છે. એટલું જ નહીં, આ વ્યવસ્થામાં કોઈ ખામી આવે તો તેના ત્વરિત સમારકામ માટે તથા તેની યોગ્ય જાળવણી માટે ટેકનિકલ એક્સપર્ટ ટીમોની પણ નિમણૂક કરી છે. સમગ્ર વ્યવસ્થાને પગલે રાજ્યમાં પ્રથમ અને બીજાે ડોઝ સાથે ૮૧ ટકા કોવીડ રસીકરણની કામગીરી પૂર્ણ થઇ હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.