ઈંજમામ ઉલ હકને હાર્ટ અટેક બાદ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા

ઇસ્લામાબાદ, પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇન્ઝમામને હાર્ટ એટેક આવ્યા બાદ સોમવારે સાંજે લાહોરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સફળ એન્ડોપ્લાસ્ટી થઈ હતી.
ઇન્ઝમામ છેલ્લા ત્રણ દિવસથી છાતીમાં દુઃ ખાવો અનુભવી રહ્યા હતા, જે પ્રારંભિક પરીક્ષણોમાં શોધી શકાયું ન હતું, પરંતુ સોમવારે જાણવા મળ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને સર્જરી માટે લઈ જવામાં આવ્યા હતા.
ઇન્ઝમામના એજન્ટે માહિતી આપી છે કે હવે તે ખતરાથી બહાર છે અને તેની હાલત પણ સ્થિર છે. ઇન્ઝમામ ૫૧ વર્ષના છે, અને તેણે પાકિસ્તાન માટે ૩૭૫ વનડે, ૧૧૯ ટેસ્ટ મેચ રમી છે. ઇન્ઝમામના ખાતામાં ૧૧,૭૦૧ વનડે અને ૮૮૨૯ ટેસ્ટ રન છે. ઇન્ઝમામે ૨૦૦૭ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું.HS