Western Times News

Gujarati News

ચીનના પૂર્વોત્તર ભાગમાં વિજળીનું ભારે સંકટ, ફેક્ટરીઓ-મોલ બંધ કરાયા

બીજીંગ, ચીનના પૂર્વોત્તર વિસ્તારમાં શરૂ થયેલુ વિજળી સંકટ હવે વધતુ જઈ રહ્યુ છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કેટલીક ફેક્ટરીઓ, મોલ, દુકાનો બંધ કરવી પડી રહી છે અને ઘરમાં લોકોને મુશ્કેલી થઈ રહી છે. કોલસાના સપ્લાયમાં આવી રહેલી મુશ્કેલીના કારણે ચીનના પૂર્વોત્તર વિસ્તારમાં કેટલાક દિવસથી વિજળી સંકટ પેદા થયુ છે.

ચીનમાં મેન્યુફેક્ચર્સની વધતી ડિમાન્ડની વચ્ચે કોલસા સપ્લાય પર અસર પડી છે, કોલસાના ભાવ પણ ઘણા વધી ગયા છે. એવામાં વિજળી સંકટ પેદા થઈ ગયુ છે. આના કારણે એપલ, ટેસ્લા જેવી કંપનીઓ ફેક્ટરીઓ પણ બંધ થવાની કગાર પર આવી ગઈ છે.

ચાંગચુન વિસ્તારમાં ગયા અઠવાડિયે વિજળી માટે ટાઈમિંગ સેટ કરવામાં આવતો હતો જેથી ઘર અને ફેક્ટરીઓને બરાબર વિજળી મળી શકે પરંતુ અહીં રહેનાર લોકોનુ કહેવુ છે કે વિજળી ઘણી વધારે જઈ રહી છે અને લાંબા-લાંબા કટ્‌સ લાગી રહ્યા છે.

ચીન માટે સૌથી મોટુ સંકટ એ છે કે મેન્યુફેક્ચરિંગ પર મોટી અસર પડી છે કેમ કે ફેક્ટરીઓને તેમની જરૂર અનુસાર વિજળી મળી રહી નથી.

ચીનના આ વિસ્તારમાં ઠંડી પણ વધારે છે એવામાં વહીવટીતંત્રની સામે પડકાર એ પણ છે કે લોકોને વિજળી આપવામાં આવી શકે, જેથી ઠંડીમાં મુશ્કેલી ના આવે. આ ક્ષેત્રના લોકોને કહેવામાં આવ્યુ છે કે ભારે ભરકમ ઈલેક્ટ્રોનિક્સ આઈટમનો ઉપયોગ ના કરે, અહીં સુધી કે લોકોને પાણી ગરમ કરવાની પણ મનાઈ કરવામાં આવી છે. સ્થાનિક રિપોર્ટસ અનુસાર ચીનમાં વિજળીનુ સંકટ આગળ પણ યથાવત રહી શકે છે.

ચીનમાં વિજળીનું સંકટ ત્યારે પેદા થયુ છે જ્યારે કોરોના કાળની વચ્ચે પહેલા જ ચીનની અર્થવ્યવસ્થા પડતી જાેવા મળી રહી છે. એવામાં ચીન માટે આ સંકટ વધતુ જઈ રહ્યુ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.