Western Times News

Gujarati News

દેશના ૧૧ વૈજ્ઞાનિકોનું શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડથી સન્માન કરાશે!

નવીદિલ્હી, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે દેશનો સર્વોચ્ચ વિજ્ઞાન પુરસ્કાર પ્રાપ્ત કરનાર ૧૧ વૈજ્ઞાનિકોના નામ શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ ૨૦૨૧ માટે જાહેર કરવામાં આવ્યા છે.

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઇઆરના ૮૦ મા સ્થાપના દિવસે આ ૧૧ નામની જાહેરાત કરવામાં આવી છે, જેમને શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ મળશે. આ તમામ ૧૧ વૈજ્ઞાનિકોને ફેબ્રુઆરીમાં વિજ્ઞાન દિવસના અવસર પર એવોર્ડ આપવામાં આવશે. આ સન્માન દર વર્ષે વિજ્ઞાનીઓને આપવામાં આવે છે, જેમણે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી છે.

આ ૧૧ વૈજ્ઞાનિકોમાં કાનપુર આઇઆઇટીના બાયોસાયન્સ અને બાયો-એન્જિનિયરિંગ વિભાગના શિક્ષક ડૉ. અરુણ શુક્લાનું નામ પણ સામેલ છે. ડૉ.અરુણે જૈવિક વિજ્ઞાન શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવ્યો છે.બાયોલોજીકલ સાયન્સ માટે ડો.અમિત સિંહને આ એવોર્ડ આપવામાં આવશે.

તેઓ માઇક્રોબાયોલોજી અને સેલ બાયોલોજી વિભાગ, ભારતીય વિજ્ઞાન સંસ્થા બેંગલોરમાં કાર્યરત છે. માઇક્રોબાયોલોજીના નિષ્ણાત અમિત સિંહે તેમની પીએચડી દરમિયાન માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ પેથોજેનેસિસમાં સામેલ જનીનોની ભૂમિકાને સમજવા પર કામ કર્યું હતું.

બાયોલોજીકલ સાયન્સ માટે કાનપુર આઇઆઇટીના બાયોસાયન્સ અને બાયો-એન્જિનિયરિંગ વિભાગના ડો.અરુણ કુમાર શુક્લને પણ આ એવોર્ડ આપવામાં આવશે. તે આઇઆઇટી કાનપુરના બાયો સાયન્સ અને બાયો એન્જિનિયરિંગ વિભાગમાં કાર્યરત છે.

અરુણ કુમાર શુક્લ એક ભારતીય સ્ટ્રક્ચરલ બાયોલોજિસ્ટ (સેલ સાયન્ટિસ્ટ) છે, જે ૨૦૧૪ થી આઇઆઇટી કાનપુરમાં કાર્યરત છે. કેમિકલ સાયન્સ એટલે કે રસાયણશાસ્ત્રમાં બેંગ્લોરના જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના સંશોધક, ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ મટિરિયલ્સ સાયન્સના ડો.કનિષ્ક બિસ્વાસને એનાયત કરવામાં આવશે.

કનિષ્ક બિસ્વાસ રિસર્ચમાં થર્મોઇલેક્ટ્રિક સામગ્રી અને ઉપકરણોને આવરી લે છે જે વીજળી પેદા કરવા માટે કચરાની ગરમીનો ઉપયોગ કરે છે. બેંગ્લોરના જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ ઈન કેમિકલ સાયન્સના સંશોધક બાયો-ઓર્ગેનિક કેમિસ્ટ્રી લેબોરેટરીના ડો.ટી.ગોવિંદરાજુને પણ આ એવોર્ડ આપવામાં આવશે.

ગોવિંદરાજુનું કાર્ય કેમિકલ બાયોલોજી પર કેન્દ્રિત છે. આ ઉપરાંત, તેમણે માનવ સ્વાસ્થ્ય અને સમાજને લગતી પડકારરૂપ સમસ્યાઓ ઉકેલવામાં પણ કામ કર્યું છે. પૃથ્વી, વાતાવરણ, મહાસાગર અને ગ્રહોના વિજ્ઞાન માટે ડૉ. બિનોય કુમાર સૈકિયાનું નામ પસંદ કરવામાં આવ્યું છે.જીમોન પન્નીયમકલ એક પ્રશિક્ષિત રોગચાળા નિષ્ણાત છે.

જેમને એક દાયકાનો અનુભવ છે. ડો.રોહિત શ્રીવાસ્તવને મેડિકલ સાયન્સમાં સન્માનિત કરવામાં આવશે. ડૉ. રોહિત શ્રીવાસ્તવ બાયોસાયન્સ અને બાયોએન્જિનિયરિંગ વિભાગ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે ખાતે કાર્યરત છે. ડૉ. રોહિત શ્રીવાસ્તવના સંશોધનમાં ફ્લોરોસન્ટ બાયોસેન્સર્સ, નેનો એન્જિનિયરિંગ સેન્સર અને સ્તન કેન્સર માટે ફોટોથેર્મલ થેરાપીનો સમાવેશ થાય છે.

ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ પુણેના ડો. કનક સાહા ફિઝિકલ સાયન્સ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કરશે. ડૉ. કનક સાહાનું સંશોધન તારા વિશ્વની રચના, સંરચના અને ઉત્ક્રાંતિ પર કેન્દ્રિત છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.